અનંત-રાધિકાના ક્યારે છે લગ્ન અને ક્યારે રિસેપ્શન ? 3 દિવસીય ભવ્ય સમારોહનું શિડ્યુલ આવ્યુ સામે

અનંત-રાધિકાનો લગ્ન સમારોહ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર છે. 12થી 14 તારીખ સુધીનો કાર્યક્રમ છે ત્યારે જાણો સમગ્ર લગ્નના કાર્યક્રમનું શેડ્યુલ.

અનંત-રાધિકાના ક્યારે છે લગ્ન અને ક્યારે રિસેપ્શન ? 3 દિવસીય ભવ્ય સમારોહનું શિડ્યુલ આવ્યુ સામે
Anant Ambani Radhika Merchant wedding schedule
Follow Us:
| Updated on: Jul 04, 2024 | 2:07 PM

પ્રી-વેડિંગ ઉજવણી અને ‘સામુહ લગ્ન’ પછી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આખરે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન સમારોહ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર છે. મે મહિનામાં ન્યૂઝ એજન્સી ANIએ તેના સત્તાવાર હેન્ડલ પર અનંત અને રાધિકાના લગ્નના આમંત્રણ કાર્ડની તસવીર પોસ્ટ કરી હતી. જોકે હવે 12થી 14 તારીખ સુધીનો કાર્યક્રમ છે ત્યારે જાણો સમગ્ર લગ્નના કાર્યક્રમનું શેડ્યુલ.

અનંત-રાધિકા મર્ચન્ટના લગ્નના શેડ્યુલ

અનંત અંબાણી , રાધિકા મર્ચન્ટના લગ્નના શેડ્યુલ સામે આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ 12થી 14 તારીખ સુધી યોજાવાના છે.

  • 12મી જુલાઈ: આ દિવસે અનંત રાધિકાનો લગ્ન સમારોહ છે. આ દિવસે બન્ને વિધિ -વિધાન સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. 12મી જુલાઈના રોજ મુખ્ય લગ્ન સમારોહ માટે મહેમાનોને પરંપરાગત ભારતીય પોશાક પહેરવાની વિનંતી કરવામાં આવે છે.
  • 13મી જુલાઈ: શુભ આશીર્વાદ અથવા દૈવી આશીર્વાદ સમારોહ યોજાશે, જેમાં ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક હશે.
  • 14મી જુલાઈ: આ દિવસે મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન યોજાશે, જેના માટે ચીક થીમ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.

મામેરાની વિધિ થઈ પુરી

મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં એક ભવ્ય સમારંભમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની ઉજવણી જૂને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયા ખાતે પારિવારિક પૂજા વિધિ સાથે શરૂ થઈ છે. ગઈકાલે અનંત-રાધિકાનું મામેરું ભરાયું હતુ.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

આ પણ વાંચો : કોણ છે નીતા અંબાણીની માતા ? જેમણે અનંત અંબાણીનું ભર્યું મામેરું, જુઓ મામેરાની વિધિનો Video

શું એડેલે, ડ્રેક, લાના ડેલ રે જસ્ટીન બીબર પ્રદર્શન કરશે?

રિહાન્ના અને એકોને જામનગરમાં લગ્ન પૂર્વેના ઉત્સવોમાં પર્ફોર્મન્સ આપ્યું હતું, જ્યારે બેકસ્ટ્રીટ બોયઝ, પીટબુલ અને ઈટાલિયન ઓપેરા સિંગર એન્ડ્રીયા બોસેલી જેવા ગાયકોએ ક્રૂઝ સેરેમની દરમિયાન તેમના મંત્રમુગ્ધ પર્ફોર્મન્સથી મહેમાનોને આનંદિત કર્યા હતા.

તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે એડેલે, ડ્રેક અને લાના ડેલ રે જેવા ગાયકો લગ્નમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. લગ્ન સમારોહ દરમિયાન આ કલાકારોના પરફોર્મન્સની તારીખો નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે.આ સાથે જસ્ટીન બીબર પણ આજે વહેલી સવારે મુંબઈ પહોંચ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">