કોણ છે નીતા અંબાણીની માતા ? જેમણે અનંત અંબાણીનું ભર્યું મામેરું, જુઓ મામેરાની વિધિનો Video

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 'મામેરુ' સમારોહમાં, નીતા અંબાણીની માતા સાથે જોવા મળી રહ્યા છે. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોણ છે નીતા અંબાણીની માતા ? જેમણે અનંત અંબાણીનું ભર્યું મામેરું, જુઓ મામેરાની વિધિનો Video
Anant Ambani Mamera watch Video
Follow Us:
| Updated on: Jul 04, 2024 | 11:27 AM

સોશિયલ મીડિયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મામેરુ સમારંભની તસવીરો અને વીડિયોથી  ભરાઈ ગયું છે. આ સમારોહ બુધવાર (3 જુલાઈ)ના રોજ અનંત અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં યોજાયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી એક ક્લિપમાં વરરાજાની માતા નીતા અંબાણીની પણ માતા પહેલીવાર લાઈમ લાઈટમાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની માતા લાઈમ લાઈટથી દૂર રહે છે પણ હવે દીકરાના દિકરાના લગ્નના મામેરાની વિધિમાં પોતાની દીકરી નિતા અંબાણી સાથે જોવા મળી રહ્યા છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

કોણ છે નીતા અંબાણીની માતા?

નીતા અંબાણીની માતાનું નામ પૂર્ણિમા દલાલ છે. જેઓ અનંતનું મામેરુ લઈને આવતા નીતા અંબાણીએ માતા સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરતી જોવા મળે છે. તે માતાના કપાળ પર તિલક લગાવીને તેમના આશીર્વાદ લેતી જોવા મળે છે. તે તેમને મીઠાઈ પણ ખવડાવી રહી છે. નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંનેનું ખાસ બોન્ડ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં નીતા ઉપરાંત મુકેશ અંબાણી, તેમની દીકરી ઈશા અંબાણી અને વહુ શ્લોકા મહેતા પણ જોવા મળી રહ્યા છે.

મામેરું લઈને આવ્યા નીતા અંબાણીના માતા

નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનું ખાસ બોન્ડ અનંત-રાધિકાની ‘મામેરુ’ સેરેમનીમાં જોવા મળે છે. બંનેનો આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામેરુ, જેને મોસાળું તરીકે પણ ઓળખવામાં આવે છે. મામેરુ ગુજરાતી સંસ્કૃતિમાં લગ્નના થોડા દિવસો પહેલા ઉજવવામાં આવતો પરંપરાગત સમારોહ છે. જ્યાં મામેરુ વિધિ દરમિયાન, કન્યાના મામા અને તેની કાકીના પતિ તેની સાથે મીઠાઈઓ અને ભેટો સાથે મુલાકાત લે છે. એ જ રીતે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને તેમની બહેન મમતા દલાલ આ દંપતીને ભેટ-સોગાદો આપીને આશીર્વાદ આપવા એન્ટિલિયા પહોંચ્યા.

અનંત-રાધિકાના લગ્ન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શુક્રવાર, 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે. ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત હશે. 12 જુલાઇના રોજ લગ્નની વિધિ શરૂ થશે, શુભ આશીર્વાદનો દિવસ 13મી જુલાઇએ થશે. 14મી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન હશે. વેડિંગ રિસેપ્શન પાર્ટીનો ડ્રેસ કોડ ભારતીય ચીકનો હશે. આ તમામ ફંક્શન BKCના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">