શેર માર્કેટ(Share Market) સોમવાર 30 જાન્યુઆરીએ ખુલશે. બુધવારે એટલે કે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ બજેટ(Budget 2022) રજૂ કરશે. બજેટ પહેલા શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર બે ટ્રેડિંગ સેશનમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું છે. અન્ય તમામ ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 13 જાન્યુઆરીએ 611235 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે આ સપ્તાહે તે 4000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 57200 પર બંધ થયો હતો. એકંદરે બજાર અત્યારે કરેક્શનના મૂડમાં છે. આ કિસ્સામાં બજેટના દિવસે માર્કેટ પરફોર્મન્સ (Share market performance budget day) કેવું રહેશે તેના પર દરેક વ્યક્તિની નજર રહેશે.
બેંક ઓફ બરોડા કેપિટલ માર્કેટ્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે બજેટના દિવસના એક સપ્તાહ પહેલા અને એક સપ્તાહ પછી જ્યારે તેણે બજારની કામગીરીનું વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે નિફ્ટી-50 શેરોએ માત્ર 0.71 ટકા જ વળતર આપ્યું છે. દરમિયાન યુએસ વોલ સ્ટ્રીટ ઇન્ડેક્સ S&P500 એ પણ માત્ર 0.88 ટકા વળતર આપ્યું છે. આ વિશ્લેષણ છેલ્લા દસ વર્ષના ડેટા પર આધારિત છે.
આ વિશ્લેષણ દર્શાવે છે કે જો બજેટની જાહેરાતને કારણે બજારમાં તેજી આવે છે તો કરેક્શન પણ ટૂંક સમયમાં થાય છે. બજેટ 2021ના દિવસે સેન્સેક્સમાં 5 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. આ વેગ આગામી છ દિવસ સુધી ચાલુ રહ્યો. તે પછી બજારમાં કરેક્શનનો રાઉન્ડ શરૂ થયો અને 22 ફેબ્રુઆરી, 2021 સુધીમાં તેને ઘણી હદ સુધી કરેક્શન જોવા મળ્યું હતું.
બે વર્ષ અગાઉ વર્ષ 2020માં બજેટ પહેલા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 3.44 ટકા ઘટ્યો હતો. બજેટના દિવસે જ બજાર 2.42 ટકા ડાઉન ગયું હતું. જોકે, આગામી એક સપ્તાહમાં પણ બજારમાં 3.53 ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. એકંદરે જો બજાર ઘટે છે તો તે ખૂબ જ ઝડપથી રિકવર થાય છે.
આ પણ વાંચો : Budget 2022 : શું તમે જાણો છો દેશનું પહેલું બજેટ રજૂ કરવાની તક ભારતીયને મળી ન હતી! જાણો દેશના બજેટનો રસપ્રદ ઇતિહાસ
આ પણ વાંચો : Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર