Panchmukhi Hanuman : હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર, જાણો શું છે દરેક મુખનું મહત્વ

હનુમાનજીને ભગવાન રામના સૌથી મોટા ભક્ત છે. પંચમુખી હનુમાનજીના પ્રત્યેક મુખનું એક આગવુ મહત્વ છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે.

Panchmukhi Hanuman : હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર, જાણો શું છે દરેક મુખનું મહત્વ
Panchmukhi hanuman Image Credit source: getty Image
Follow Us:
| Updated on: Sep 02, 2024 | 4:35 PM

હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે. આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોયા હશે. હનુમાનજીના દરેક મુખનું એક આગવુ મહત્ત્વ છે.

હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર

પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રાવણને આભાસ થયો કે તેની સેના યુદ્ધ હારી રહી છે. ત્યારે રાવણે તેના માયાવી ભાઈ અહિરાવણ પાસે મદદ માગી હતી. અહિરાવણ માતા ભવાનીના મહાન ભક્ત હતા.

આ સાથે જ તેમને તંત્ર વિદ્યાનું જ્ઞાન પણ હતું. પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરીને તેણે ભગવાન રામની આખી સેનાને નીંદ્રા મૂકી દીધી. આ સમય દરમિયાન તેણે ભગવાન રામ સાથે લક્ષ્મણનું અપહરણ કર્યું અને તેમને પાતાળમાં લઈ ગયા.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

માતા ભવાનીના ભક્ત હોવાથી, અહિરાવણે દેવી ભવાની માટે 5 દિશામાં 5 દીવા પ્રગટાવ્યા હતા. તેને વરદાન હતું કે જે આ પાંચ દીવા એકસાથે ઓલવી શકશે તે તેને મારી શકશે. ત્યારપછી રામજી અને લક્ષ્મણજીને અહિરાવણના કેદમાંથી બચાવવા માટે હનુમાનજીએ પંચમુખીનું રૂપ ધારણ કરીને પાંચેય દીવા એકસાથે બુઝાવી દીધા અને અહિરાવણનો વધ કર્યો. પછી ભગવાન રામ અને લક્ષ્મણ તેમના બંધનમાંથી મુક્ત થયા.

પંચમુખી અવતારનું શું છે મહત્વ

વાનર મુખ – પંચમુખી અવતારમાં હનુમાનજીનો પૂર્વ તરફનો ચહેરો વાનર મુખ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે વાનરનો ચહેરો દુશ્મનો પર વિજય અપાવે છે.

ગરુડ મુખ – હનુમાનજીની પશ્ચિમ દિશાને ગરુડ મુખ કહેવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર આ મુખ જીવનમાં આવતા અવરોધો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે.

વરાહ મુખ – હનુમાનજીના પંચમુખી અવતારમાં ઉત્તર મુખને વરાહ મુખ્ય કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનના આ ચહેરાની પૂજા કરવાથી લાંબુ આયુષ્ય, યશ અને કીર્તિ મળે છે.

નૃસિંહ મુખઃ- દક્ષિણ દિશામાં સ્થિત હનુમાનજીનું મુખ નૃસિંહ મુખ કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, નરસિંહ મુખ જીવનમાં તણાવ અને મુશ્કેલીઓ દૂર કરે છે.

અશ્વ મુખઃ- હનુમાનજીનું પાંચમું મુખ આકાશ તરફ છે, જેને અશ્વનું મુખ પણ કહેવામાં આવે છે. આ મુખ ઈચ્છાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.

આ રીતે પૂજા કરો

પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો હંમેશા ઘરની દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. સનાતન ધર્મમાં મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે પૂજા દરમિયાન હનુમાનજીને લાલ ફૂલ, સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરવું જોઈએ. તેમજ બજરંગબલીને ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આ દિવસે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારાથી શક્ય હોય તો દિવસમાં 7 વખત હનુમાન ચાલીસા કરવી જોઈએ.

હનુમાનજીની પૂજાથી થાય છે લાભ

દક્ષિણ દિશા સિવાય તમે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પંચમુખી હનુમાનજીનું ચિત્ર પણ લગાવી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની મૂર્તિ લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">