ઇલેક્ટ્રિક બાદ Tata Curvv નું પેટ્રોલ-ડીઝલ મોડલ પણ લોન્ચ, જાણો કેટલી છે કિંમત
Curvv પેટ્રોલ/ડીઝલનું ઈન્ટિરિયર મોટેભાગે તેના ઇલેક્ટ્રિક મોડલ જેવું છે. તેમાં 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, AQI ડિસ્પ્લે સાથે એર પ્યુરિફાયર, મૂડ લાઇટિંગ અને વોઇસ સહાય સાથે પેનોરેમિક સનરૂફનો સમાવેશ થાય છે.
Tata Curve EV લોન્ચ થયા પછી, કંપનીએ હવે તેના પેટ્રોલ અને ડીઝલ મોડલને પણ લોન્ચ કર્યું છે. નવું મોડલ ટાટા મોટર્સના કેટલાક શોરૂમ સુધી પહોંચી ગયું છે. આ કાર 4 વેરિઅન્ટ વિકલ્પોમાં આવી રહી છે. જેમાં સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને અકમ્પ્લીશ્ડનો સમાવેશ થાય છે.
Tata Curvv ICEની કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.7 લાખ રૂપિયા સુધી જાય છે. આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. આ કાર તાજેતરમાં લોન્ચ કરાયેલા Citroen બેસાલ્ટ સાથે સ્પર્ધા કરે છે, જેની કિંમત એક્સ-શોરૂમ રૂ. 7.99 લાખ છે. આ સિવાય તે હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા, કિયા સેલ્ટોસ અને હોન્ડા એલિવેટ સાથે પણ સ્પર્ધા કરશે.
Tata Curvv ICEના ફીચર્સ
Curvv પેટ્રોલ/ડીઝલનું ઈન્ટિરિયર મોટેભાગે તેના ઇલેક્ટ્રિક મોડલ જેવું છે. તેમાં 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, AQI ડિસ્પ્લે સાથે એર પ્યુરિફાયર, મૂડ લાઇટિંગ અને વોઇસ સહાય સાથે પેનોરેમિક સનરૂફનો સમાવેશ થાય છે. સ્માર્ટ ડિજિટલ લાઇટ્સ, ઓટો ડિમિંગ IRVM, વેલકમ/ગુડબાય ફંક્શન, લેધર સીટ્સ, વાયરલેસ ફોન ચાર્જર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે પાવર્ડ ટેલગેટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
Tata Curvv ICEની સેફ્ટી
સેફ્ટી માટે તેમાં બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ, 360 ડિગ્રી કેમેરા, એસઓએસ કોલિંગ ફંક્શન, લેવલ 2 એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, ક્રૂઝ કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 6 એરબેગ્સ અને ઓટો હોલ્ડ ફંક્શન છે.
Tata Curvv ICEનું એન્જિન
Curvvને બે પેટ્રોલ એન્જિન અને એક ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં 1.2 લિટર TGDi ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 125PS પાવર અને 225Nm ટોર્ક જનરેટ કરે છે. બીજું 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 120PSનો પાવર અને 170Nmનો ટોર્ક જનરેટ કરે છે. ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 118PSનો પાવર અને 260Nmનો ટોર્ક જનરેટ કરે છે. ત્રણેય એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.