પેટ્રોલ-ડીઝલ કારને આ રીતે કન્વર્ટ કરો ઈલેક્ટ્રિક કારમાં, જાણો કેટલો આવશે ખર્ચ ?

|

Jan 06, 2025 | 5:52 PM

જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો, તો તમારી પાસે બે વિકલ્પો છે. એક કે તમે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદી શકો છો અથવા તમે તમારી પેટ્રોલ-ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. ત્યારે આ લેખમાં પેટ્રોલ-ડીઝલ કારને કેવી રીતે ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકાય અને કેટલો ખર્ચ આવે છે, તેના વિશે જાણીશું.

પેટ્રોલ-ડીઝલ કારને આ રીતે કન્વર્ટ કરો ઈલેક્ટ્રિક કારમાં, જાણો કેટલો આવશે ખર્ચ ?
Electric car
Image Credit source: linkedin

Follow us on

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને ધ્યાનમાં રાખીને લોકો ઇલેક્ટ્રિક કાર તરફ આગળ વધી રહ્યા છે. તમને સામાન્ય કાર કરતાં ઇલેક્ટ્રિક કારમાં વધુ ફાયદો થાય છે. તેનાથી તમારો રોજનો પેટ્રોલ, ડીઝલ અને CNG ખર્ચ બચે છે. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો, તો તમારી પાસે બે વિકલ્પો છે. એક કે તમે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદી શકો છો અથવા તમે તમારી પેટ્રોલ-ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. ત્યારે આ લેખમાં પેટ્રોલ-ડીઝલ કારને કેવી રીતે ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકાય અને કેટલો ખર્ચ આવે છે, તેના વિશે જાણીશું.

EVમાં કન્વર્ટ કરવામાં કેટલો ખર્ચ આવે ?

પેટ્રોલ કે ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવી શક્ય છે. પરંતુ તેમાં થોડો વધુ ખર્ચ થી શકે છે. જો તમે તમારી ફ્યુઅલથી ચાલતી કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા ઓછામાં ઓછો 4 થી 6 લાખ રૂપિયા ખર્ચો થઈ શકે છે. પરંતુ તમારી કારને કન્વર્ટ કરવા માટે કેટલો ખર્ચ આવશે તે ઘણી બાબતો પર આધાર રાખે છે. પ્રથમ તમારી કારમાં કેટલી kWh બેટરી ઇન્સ્ટોલ કરેલી છે. આ સિવાય તમે કઈ મોટર ઇન્સ્ટોલ કરવા માંગો છો ? આ બંને તમારી કારના પાવર અને ડ્રાઇવિંગ રેન્જ પર આધારિત છે.

તમે આને એવી રીતે સમજી શકો છો કે ફોનની જેટલી વધુ mAh બેટરી હશે, તેટલો લાંબો સમય ફોન ચાલે છે. એ જ રીતે, ઈલેક્ટ્રિક કારમાં જેટલી વધુ પાવરફુલ બેટરી હશે, તેટલી વધુ ડ્રાઈવિંગ રેન્જ કાર આપે છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

EVમાં કેવી રીતે કન્વર્ટ કરવી કાર ?

પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટે ચાર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટર, કંટ્રોલર, રોટર અને બેટરીનો સમાવેશ થાય છે. કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટે પેટ્રોલ-ડીઝલ કારના તમામ મિકેનિકલ પાર્ટ્સને દૂર કરવામાં આવે છે. આ પછી કારમાં ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ ફીટ કરવામાં આવે છે.

ફ્યુઅલની ટાંકી અને એન્જિનને પાવર સપ્લાય કરતા કેબલ જૂની પેટ્રોલ-ડીઝલ કારમાંથી કાઢી નાખવામાં આવે છે. ફ્યુઅલ ટાંકી દૂર કરવામાં આવે છે અને તેની જગ્યાએ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે માર્કેટમાં જે કંપનીઓ કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાની સુવિધા આપે છે તે બેટરી પર વોરંટી પણ આપે છે.

RTO કચેરીની પરવાનગી લેવી જરૂરી છે

જૂની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટે તમારે તમારા રાજ્યની RTO ઓફિસની પરવાનગી લેવી પડશે. પરવાનગી મેળવ્યા પછી જ તમે તમારા વાહનને ઇલેક્ટ્રિકમાં બદલી શકો છો.

કેટલા જૂના વાહનોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી શકાય છે ?

  • એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જે ડીઝલ વાહનો 10 વર્ષથી ઓછા કે તેથી વધુ જૂના હોય તેને કન્વર્ટ કરી શકાય છે. 15 વર્ષથી વધુ જૂના વાહનોને કન્વર્ટ કરી શકાતા નથી.
  • જો તમારી પેટ્રોલ અથવા CNG કાર 15 વર્ષથી વધુ જૂની છે, તો તમે તેને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાવી શકો છો.
  • 15 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનોને ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી શકાતા નથી.
  • જો તમે RTOની પરવાનગી લીધા વિના તમારી કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરો છો, તો તમારે મેમો ભરવો પડી શકે છે.
Next Article