હવે Thar ખરીદવાનું સપનું થશે સાકાર ! Mahindra આપી રહી છે આ કાર પર 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
થાર રોક્સ 5-ડોર વેરિઅન્ટના સફળ લોન્ચિંગ પછી, મહિન્દ્રા થાર 3 ડોર પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મહિન્દ્રા થારની શરૂઆતી કિંમત 12.99 લાખ રૂપિયા છે જે 20.49 લાખ રૂપિયા સુધી જાય છે. હવે કંપની થાર પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
જો તમે મહિન્દ્રા થાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય તક છે. મહિન્દ્રા હાલ તેની ઘણી કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓેફર તહેવારોની સીઝન પહેલા આવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહિન્દ્રા થારના અલગ-અલગ વેરિએન્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
થાર રોક્સ 5-ડોર વેરિઅન્ટના સફળ લોન્ચિંગ પછી, મહિન્દ્રા થાર 3 ડોર પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મહિન્દ્રા થારની શરૂઆતી કિંમત 12.99 લાખ રૂપિયા છે, જે 20.49 લાખ રૂપિયા સુધી જાય છે. હવે કંપની થાર પર 1.50 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ તમામ 2WD અને 4WD પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટ પર આપવામાં આવી રહ્યું છે.
આ વેરિઅન્ટ પર રૂપિયા 3 લાખનું ડિસ્કાઉન્ટ
આ સિવાય કંપની ઓલ-ઈલેક્ટ્રિક XUV400 EL Pro વેરિઅન્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. હાલમાં તેની એક્સ-શોરૂમ કિંમત 17.69 લાખ રૂપિયા છે. આના પર તમે 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ વાહન બજારમાં EC અને EL વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
મહિન્દ્રા થાર
મહિન્દ્રા થારની પાવરટ્રેનની વાત કરીએ તો તેનું ડીઝલ એન્જિન 2184 cc અને 1497 cc છે, જ્યારે પેટ્રોલ એન્જિન 1997 cc છે. તે ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. વેરિઅન્ટ અને ફ્યુઅલના પ્રકાર પર આધાર રાખીને થારનું માઇલેજ 15.2 કિમી/લિટર છે.
મહિન્દ્રા થાર 3-ડોર વેરિઅન્ટ 3 એન્જિન વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે, જેમાં 1.5 લિટર CRDe ડીઝલ, 2.2 લિટર mHawk ડીઝલ અને 2.0 લિટર mStallion પેટ્રોલનો સમાવેશ થાય છે. 1.5 લિટર ડીઝલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે, જ્યારે 2.2 લિટર ડીઝલ અને 2.0 લિટર પેટ્રોલ એન્જિન મેન્યુઅલ અથવા ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે.