બજાજે લોન્ચ કર્યું સસ્તું Electric Scooter, ફુલ ચાર્જમાં દોડશે 137 કિલોમીટર

નવા ચેતક બ્લુ 3202 ઇલેક્ટ્રિક સ્કૂટરને બ્રુકલિન બ્લેક, સાયબર વ્હાઇટ, ઇન્ડિગો મેટાલિક અને મેટ કોર્સ ગ્રે સહિત ચાર કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે. બજાજ ચેતકની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે 2,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરી શકો છો.

બજાજે લોન્ચ કર્યું સસ્તું Electric Scooter, ફુલ ચાર્જમાં દોડશે 137 કિલોમીટર
Bajaj Chetak Image Credit source: Bajaj
Follow Us:
| Updated on: Sep 05, 2024 | 7:08 PM

બજાજે Chetak Blue 3202 નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટરે Urbane વેરિયન્ટનું સ્થાન લીધું છે, કારણ કે Urbaneનું નામ Blue 3202 થઈ ગયું છે. આમાં તમને પહેલાની સરખામણીમાં નવી સેલ્સ પાવર અને વધેલી રેન્જનો લાભ મળશે. જોકે, બેટરીની ક્ષમતામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે બજાજના ચેતક બ્લુ 3202 ખરીદી શકો છો. તેની એક્સ-શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયા છે. તે પહેલા કરતા 8,000 રૂપિયા સસ્તું થયું છે.

નવા ચેતક બ્લુ 3202 ઇલેક્ટ્રિક સ્કૂટરને બ્રુકલિન બ્લેક, સાયબર વ્હાઇટ, ઇન્ડિગો મેટાલિક અને મેટ કોર્સ ગ્રે સહિત ચાર કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે. બજાજ ચેતકની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે 2,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરી શકો છો.

બજાજ ચેતક બ્લુ 3202ની બેટરી અને રેન્જ

ચેતક બ્લુ 3202 વેરિઅન્ટમાં પ્રીમિયમ વેરિઅન્ટની જેમ 3.2 kWh બેટરી પેકનો પાવર મળે છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક સ્કૂટર 137 કિલોમીટર દોડી શકે છે. બ્લુ 3202 વેરિઅન્ટમાં સામેલ નવા બેટરી સેલને કારણે તમને પહેલા કરતા વધુ સારી રેન્જનો લાભ મળે છે. તેની ટોપ સ્પીડ 73 કિલોમીટર પ્રતિ કલાક છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

બજાજ ચેતક બ્લુ 3202ના ફીચર્સ

ચેતકના અન્ય વેરિઅન્ટની જેમ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને પણ અલગથી ચૂકવણી કરીને ટેકપેક પેકેજ સાથે ખરીદી શકાય છે. આમાં હિલ-હોલ્ડ આસિસ્ટન્સ, રોલ-ઓવર ડિટેક્શન અને અલગ રાઈડિંગ મોડ્સ – સ્પોર્ટ અને ક્રોલ જેવા ઓપ્શન ફીચર્સનો સમાવેશ થાય છે. આ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવતા અન્ય ફીચર્સમાં LED DRL સાથે LED હેડલાઇટ્સ, એક USB ચાર્જિંગ પોર્ટ અને ઓવર-ધ-એર અપડેટ્સ સાથે બજાજ એપ્લિકેશન દ્વારા ઈન્ટિગ્રેટેડ કનેક્ટિવિટી ઓપ્શનનો સમાવેશ થાય છે.

બજાજ ચેતક બ્લુ 3202ની કિંમત

બજાજના 137 કિમીની રેન્જવાળા ચેતક બ્લુ 3202 ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.15 લાખ છે. રસપ્રદ વાત એ છે કે ચેતક પ્રીમિયમની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.47 લાખ છે અને તે ફુલ ચાર્જ પર 126 કિમીની રેન્જ આપે છે. ચેતક બ્લુ 3202 Ather Rizta, Ola S1 Air, TVS iQube S અને Hero Vida V1 જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરે છે.

g clip-path="url(#clip0_868_265)">