Menopause: મેનોપોઝના આ 12 લક્ષણને અવગણશો નહીં, જાણો રજોનિવૃતિના ત્રણ સ્ટેજ
women's health: જો કોઈ મહિલાને સતત 12 મહિના સુધી પીરિયડ્સ ન આવે તો તે મેનોપોઝ સુધી પહોંચી ગઈ હોવાનું કહેવાય છે. સ્ત્રીઓ મેનોપોઝ પહેલા ઘણા પ્રકારના લક્ષણો અનુભવી શકે છે. મેનોપોઝ ત્યારે થાય છે જ્યારે સ્ત્રીની ઓવરી એગ રીલીઝ કરવાનું બંધ કરી દે છે.
Menopause: આમ તો મેનોપોઝ અથવા રજોનિવૃતિ એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે.મેનોપોઝ સામાન્ય રીતે 45થી 50 વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં શરૂ થાય છે, જેનો અર્થ થાય છે માસિક ચક્રની સંપૂર્ણ સમાપ્તિ જે દર મહિને થાય છે. જો કોઈ મહિલાને સતત 12 મહિના સુધી પીરિયડ્સ ન આવે તો તે મેનોપોઝ સુધી પહોંચી ગઈ હોવાનું કહેવાય છે. સ્ત્રીઓ મેનોપોઝ પહેલા ઘણા પ્રકારના લક્ષણો અનુભવી શકે છે. મેનોપોઝ ત્યારે થાય છે જ્યારે સ્ત્રીની ઓવરી એગ રીલીઝ કરવાનું બંધ કરી દે છે. આ સાથે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું સ્તર પણ ઘટે છે. તેનાથી સ્ત્રીમાં પ્રજનન પ્રક્રિયા અટકી જાય છે. ચાલો જાણીએ મેનોપોઝના લક્ષણો, તબક્કા અને તેને નિયંત્રિત કરવાની રીતો.
મેનોપોઝ ક્યારે શરૂ થાય છે?
મેનોપોઝ સરેરાશ 45 થી 50 વર્ષની ઉંમરની આસપાસ શરૂ થાય છે, પરંતુ કેટલીકવાર તે 40 વર્ષની ઉંમરે પણ થઈ શકે છે, જેને પ્રિમેચ્યોર મેનોપોઝ કહેવામાં આવે છે. સ્ત્રીને કઈ ઉંમરે મેનોપોઝ થશે તે મોટે ભાગે તમારા જનીનો દ્વારા નક્કી થાય છે.
મેનોપોઝના લક્ષણો અને ચિહ્નો
મેનોપોઝ એક કુદરતી જૈવિક પ્રક્રિયા છે. જ્યારે સ્ત્રી મેનોપોઝની ઉંમરે પહોંચે છે, ત્યારે ઘણા શારીરિક ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે. આમાં હોટ ફ્લૅશના લક્ષણો સૌથી વધુ જોવા મળે છે. ઉપરાંત, ભાવનાત્મક લક્ષણો તમારી ઊંઘને અસર કરી શકે છે. શારીરિક શક્તિમાં ઘટાડો થઈ શકે છે. મેનોપોઝની ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, જીવનશૈલીમાં ફેરફારની સાથે હોર્મોન થેરાપી દ્વારા આ લક્ષણોને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. વધુમાં, જ્યારે સ્ત્રી મેનોપોઝ સુધી પહોંચે છે, ત્યારે તમે પ્રિમેનોપોઝ દરમિયાન નીચેના ચિહ્નો અને લક્ષણોનો અનુભવ પણ કરી શકો છો
- અનિયમિત પીરિયડ્સ
- વજાઈનલ ડ્રાયનેસ
- ખુબ પરસેવો આવવો
- અનિદ્રા
- મૂડ સ્વિંગ
- વજન વધવું
- પાચનક્રિય ધીમી પડવી
- ત્વચા ડ્રાય થઇ જવી
- વધુ પડતા વાળ ખરવા
- હાર્ટરેટ ધીમા પડવા
- માથાનો દુખાવો
મેનોપોઝમાં કેટલા તબક્કા હોય છે?
મેનોપોઝના ત્રણ તબક્કા હોય છે, પેરીમેનોપોઝ, મેનોપોઝ અને પોસ્ટમેનોપોઝ.
પેરીમેનોપોઝ- આમાં પીરિયડ સાયકલ અનિયમિત થઈ જાય છે, પરંતુ તે સંપૂર્ણપણે બંધ થતી નથી. મોટાભાગની સ્ત્રીઓમાં આ તબક્કો 47 વર્ષની ઉંમરે આવે છે. આમાં મેનોપોઝના લક્ષણો જોઈ શકાય છે, પરંતુ તમે હજી પણ ગર્ભ ધારણ કરી શકો છો.
મેનોપોઝ – આ તબક્કો ત્યારે આવે છે જ્યારે તમને છેલ્લી વખત પીરિયડ્સ આવશે. આ સ્થિતિમાં, હોટ ફ્લૅશ, વજાઈનલ ડ્રાયનેસ, ઊંઘ ન આવવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
પોસ્ટમેનોપોઝ – આ ત્યારે શરૂ થાય છે જ્યારે તમારા મેનોપોઝનો અંતિમ અને છેલ્લો સમયગાળો હોય. જો તમને મેનોપોઝને કારણે 1 વર્ષથી વધુ સમય સુધી પીરિયડ્સ ન આવે.
મેનોપોઝના લક્ષણોને ઘટાડવાની રીતો
જો તમને હોટ ફ્લૅશ, ઊંઘ ન આવવા, રાત્રે પરસેવો, માથાનો દુખાવો વગેરે જેવા લક્ષણો હોય, તો તેને નિયંત્રિત કરવા માટે તંદુરસ્ત જીવનશૈલી અનુસરો. તમારા આહારમાં પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો. વધુ પડતા મસાલેદાર, કેફીનયુક્ત ખોરાક લેવાનું ટાળો. બહારનું વધારે ન ખાવું. દરરોજ વ્યાયામ કરો. ધૂમ્રપાન ન કરો, દારૂનું સેવન કરો. જો તમને રાત્રે પરસેવો થતો હોય, હોટ ફ્લૅશ હોય તો રાત્રે ઢીલા કપડાં પહેરીને સૂઈ જાઓ.
ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો
જો તમને ઉપરોક્ત લક્ષણો દેખાય છે, તો તમારે ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઇએ. જો ડૉક્ટર તમને મેનોપોઝ દરમિયાન અને પછી મળવાનું કહે, તો ચોક્કસ મળવાનું ચાલુ રાખો. જો મેનોપોઝ પછી યોનિમાર્ગમાંથી રક્તસ્ત્રાવ થાય છે, તો આ વાત ડૉક્ટરને ચોક્કસ જણાવો. કેટલીક સ્ત્રીઓ માટે 40 વર્ષની ઉંમરે પણ, કેટલાક મહિનાઓ સુધી પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય છે. આ કિસ્સામાં, વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો. કોલોનોસ્કોપી, મેમોગ્રાફી અને ટ્રાઈગ્લિસરાઈડ સ્ક્રીનીંગ, થાઈરોઈડ ટેસ્ટની સલાહ ડૉક્ટર આપી શકે છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…