AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health and Women: મેનોપોઝ દરમિયાન સાંધામાં ખૂબ જ દુખાવો રહે છે, આ ઉપાયો તમને મદદરૂપ થઈ શકશે

મેનોપોઝ એ માસિક સ્રાવ સમાપ્ત થવાની કુદરતી પ્રક્રિયા છે, જેમાથી દરેક સ્ત્રીને એક યા બીજા દિવસે પસાર થવું પડે છે. પરંતુ મેનોપોઝ પછી શરીરને ખાસ કાળજીની જરૂર હોય છે. આ સમય દરમિયાન ઘણી સ્ત્રીઓને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. અહીં જાણો તેનાથી કેવી રીતે બચવું.

Health and Women: મેનોપોઝ દરમિયાન સાંધામાં ખૂબ જ દુખાવો રહે છે, આ ઉપાયો તમને મદદરૂપ થઈ શકશે
Joint pain
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 1:58 PM
Share

મેનોપોઝ (Menopause) એ એવી પ્રક્રિયા છે જેમાંથી દરેક સ્ત્રીને પસાર થવુ પડે છે. મેનોપોઝ સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વય વચ્ચે થાય છે. મેનોપોઝ પછી, કુદરતી રીતે સ્ત્રીઓમાં માસિક ચક્ર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયામાંથી પસાર થતી વખતે મહિલાઓને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ હોર્મોનલ ફેરફારોને (Hormonal Changes) કારણે ગેસ, પેટનું ફૂલવું, ઉલ્ટી, મૂડ સ્વિંગ, ડિપ્રેશન અને નર્વસનેસ થાય છે. ઘણી સ્ત્રીઓને સાંધાના દુખાવાની (Joint Pain) સમસ્યા થવા લાગે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો, આ દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે છે. અહીં જાણો આ સમયગાળામાં સાંધાના દુખાવાથી બચવા શું કરવું જોઈએ.

આહારમાં અળસીના બીજનો સમાવેશ કરો

સાંધાના દુખાવાની સમસ્યાથી બચવા માટે તમારા આહારમાં ફ્લેક્સસીડનો સમાવેશ કરો. તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સાંધાના દુખાવામાં રાહત આપવા ઉપરાંત અળસીના બીજને મેનોપોઝની અન્ય સમસ્યાઓ જેમ કે હોર્મોન અસંતુલન, સાંધાનો સોજો વગેરેને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ખાલી પેટ લસણ ખાઓ

લસણમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાના દુખાવાને નિયંત્રિત કરે છે, તેમજ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ ખાલી પેટે લસણની એક કળીને પાણી સાથે ગળી લો. આનાથી સાંધાના દુખાવાની સમસ્યા સિવાય તમને ગેસ, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓમાં પણ રાહત મળશે. આ સિવાય ઘરે લસણનું તેલ બનાવી તેની માલિશ કરવાથી પણ આરામ મળે છે.

હળદર ખાઓ

સાંધાના દુખાવા માટે હળદર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં એન્ટિસેપ્ટિક, બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટીઑકિસડન્ટ હોય છે. સાંધાના દુખાવામાં રાહત આપવામાં આ વસ્તુઓ મદદરૂપ માનવામાં આવે છે. જો કાચી હળદરનું સેવન કરવામાં આવે તો તે વધુ અસરકારક છે. હળદરના સેવન માટે તમે તેને દૂધમાં ઉકાળીને પી શકો છો અથવા એક કપ પાણીમાં અડધી ચમચી પીસી હળદર અને થોડું આદુ નાખીને ઉકાળો અને 10 મિનિટ પછી ગાળી લો. આ પીણું પીવાથી પણ ઘણી રાહત મળે છે.

સૂર્યપ્રકાશ જરૂરી છે

તમે તમારા હાડકાની મજબૂતી માટે જે પણ કેલ્શિયમ લો છો, તે શરીરમાં શોષાય તે ખૂબ જ જરૂરી છે. આ માટે વિટામીન ડી જરૂરી છે. સૂર્યપ્રકાશથી સવારના 9 વાગ્યા સુધી વિટામિન ડી તમને સરળતાથી મળી રહે છે. તેથી સવારનો સૂર્યપ્રકાશ નિયમિતપણે લો અને દરરોજ થોડીવાર ચાલવાની આદત બનાવો. તેનાથી તમને દુખાવામાં ઘણી રાહત મળશે.

આ પણ વાંચો-

Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત

આ પણ વાંચો-

રસોઇ સહિતના ઘરકામ કરતા ત્વચા વારંવાર બળી જાય છે? આ ઘરેલુ ઉપચાર અપનાવી મેળવો રાહત

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">