ગુજરાત સહીત આ રાજ્યોમાં કાળઝાળ ગરમી મચાવશે કહેર, હવામાન વિભાગે એપ્રિલ-મે-જૂન માટે કરી આગાહી

દેશમાં સમાન્ય રીતે એપ્રિલ, મે અને જૂન મહિનામાં અસહ્ય ગરમીનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષે ગરમીના પ્રમાણમાં વધારો થશે. દિવસના સામાન્ય તાપમાન કરતા વધુ તાપમાન નોંધાશે. ખાસ કરીને મેદાની પ્રદેશ ધરાવતા રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત સહીત આ રાજ્યોમાં કાળઝાળ ગરમી મચાવશે કહેર, હવામાન વિભાગે એપ્રિલ-મે-જૂન માટે કરી આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 8:16 PM

એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, એપ્રિલથી જૂન મહિના સુધીના આગામી ત્રણ મહિના દરમિયાન મેદાની રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ સમયે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે.

એપ્રિલ-મે-જૂન મહિનામાં આકરી ગરમી પડશે

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, એપ્રિલ, મે અને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના છે. આ ત્રણ મહિના દરમિયાન ગરમીનું મોજું લગભગ 10 થી 20 દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ગરમીના મોજાની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં વધુ જોવા મળી શકે છે.

ભારતના ઘણા ભાગોમાં આકરી ગરમી પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. જ્યારે, એપ્રિલમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, મધ્ય દક્ષિણ ભારતમાં આની સૌથી વધુ સંભાવના છે.

15 ડિસેમ્બરથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
શું તમે કબજિયાતથી પરેશાન છો? તો આ વસ્તુઓથી દૂર રહો
આજનું રાશિફળ તારીખ : 07-12-2024
સફળ લોકોની આ આદતો જેને દરેક વ્યક્તિ અપનાવી નથી શકતા, જાણી લો
RBI ની નોકરી કરતાં કરતાં સૃષ્ટિએ UPSC માં કર્યું ટોપ, હવે આ રાજ્યમાં બની IAS
આ 2 રાશિઓ પરથી ઉતરશે શનિની ઢૈયા, વર્ષ દરમિયાન પુરા થશે તમામ અટકેલા કાર્ય

આઠ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા

હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એકથી ત્રણ દિવસ સુધી ગરમીનુ મોજૂ રહેતું હોય છે, પરંતુ આ વખતે કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું બેથી આઠ દિવસ રહેવાની ધારણા છે. તો કેટલાક વિસ્તારોમાં 10થી 20 દિવસ સુધી ગરમીનું મોજૂ રહેશે. ગરમીના સમયગાળામાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી, આગામી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાનાર છે.

બીજીબાજુ ચિંતાજનક સમાચાર એ છે કે, અલ નીનો વર્ષની શરૂઆતથી જ નબળુ પડી ગયુ છે અને હાલમાં તે વિષુવવૃત્તમાં છે. પેસિફિક ક્ષેત્રમાં મધ્યમ અલ નીનો સ્થિતિ યથાવત છે. મોટાભાગના વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ છે. અલ નીનોની અસર આગામી સમયગાળા દરમિયાન પણ ચાલુ રહેશે. જેની અસર ભારતના વાતાવરણમાં પણ જોવા મળશે.

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
બોટાદમાં 17 વર્ષની સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !
બોટાદમાં 17 વર્ષની સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
g clip-path="url(#clip0_868_265)">