Turmeric Farming: હળદરની વૈજ્ઞાનિક ખેતી, સંપૂર્ણ માહિતી માટે જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: May 27, 2023 | 1:52 PM

હળદર એક મસાલો છે, તેનો ઉપયોગ શાકભાજીમાં વપરાતા મસાલા માટે, રંગ માટે, દવા અને સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગ થાય છે. તેના કંદમાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ મળી આવે છે.

ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે. દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે. હળદર એક મસાલો છે, તેનો ઉપયોગ શાકભાજીમાં વપરાતા મસાલા માટે, રંગ માટે, દવા અને સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગ થાય છે. તેના કંદમાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ મળી આવે છે.

હવામાન

હળદર ઉષ્ણકટિબંધિય વિસ્તારનો પાક હોવાથી ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. દરિયાની સપાટી થી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે.

જમીન

સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

જ્મીનની તૈયારી

હળદરની ગાંઠોનો સારો વિકાસ થાય તે માટે જમીનને હળ અથવા ટ્રેકટરથી બે થી ત્રણ વાર ખેડી સમાર વડે ઢેફાં ભાંગી કરબથી સમતળ કરવી, જમીનમાં સેન્દ્રિય ખાતરનું પ્રમાણ જળવાય રહે તે માટે હેકટરે પ૦ થી ૬૦ ટન સારૂં કોહવાયેલ છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું.

કાપણી અને ઉત્પાદન

હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે-જુનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે. કેટલીક વાર ખેડૂતો બજારમાં વધુ ભાવ મળે તે હેતુથી હળદરના પાકને લીલી ખોદી બજારમાં મોકલે છે. આથી ઉત્પાદન ઓછુ મળે પરંતુ ઉંચા બજારભાવ મળવાથી આવક સારી થાય છે.

હળદરને ખોદતી વખતે ગાંઠો કપાઇ ન જાય તેની કાળજી રાખવી. ગાંઠો સફાઇ કરી એકત્ર કરી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. લીલી હળદરનું પ્રતિ હેકટર ર૦ થી રર મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા રહે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati