Video : રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના નિધન બાદ કોંગ્રેસે સીએમને પત્ર લખ્યો, શાળાનો સમય મોડો કરવા માંગ
રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ સ્થાનિક શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને શિયાળાની ઋતુમાં શાળાનો સમય મોડો કરવા માટે પત્ર લખ્યો છે. જેમાં કોંગ્રેસે પત્રમાં લખ્યું છે કે, ગુજરાતમાં અસહ્ય ઠંડી પડી રહી છે.

હવામાન ખાતે કોલ્ડવેવની જાણ પણ કરી છે હાડ ધ્રુજાવતી ઠંડીમાં ખાસ કરીને સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર હોવાથી અને ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર જણાય છે.
સવારની પાળીમાં શાળાઓમાં ગેરહાજરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે
જેમાં એક બાળકી કદાચ ઠંડીને કારણે રાજકોટ શહેરમાં મૃત્યુ પામી હોવાનું જાણવા મળેલ છે. રાજ્યભરમાં ઘણાં વિધાર્થીઓ અને વાલીઓ અસહ્ય ઠંડીનો સામનો કરી રહ્યા છે, જેને કારણે વિધાર્થીએ બાળકોને શાળાએ તેડવા મુકવા જતા વાલીઓની મુશ્કેલીઓ વધી રહી છે. તેમજ સવારની પાળીમાં શાળાઓમાં ગેરહાજરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આપને વિનંતી છે કે રાજ્યમાં પડી રહેલી અસહ્ય ઠંડીને લક્ષમાં રાખીને વિધાર્થીઓ અને વાલીઓના હિતમાં ગુજરાત રાજ્યમાં સવારની પાળીમાં ચાલતી તમામ શાળાઓનો સમયમા એક કલાક મોડો રાખવામાં આવે છે.
જયારે બીજી તરફ શિક્ષણા ધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર મુજબ હવે આવતીકાલથી ખાનગી અને સરકારી તમામ શાળાનું શૈક્ષણિક કાર્ય સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઠંડીના દિવસોમાં યુનિફોર્મના સ્વેટર સિવાય વધારાના સ્વેટર કે શાલ પહેરતા શાળા રોકી શકશે નહીં. જેમાં આવતી કાલથી દરેક શાળામાં ચેકિંગ પણ કરવામાં આવશે.જો કોઈ શાળા પરિપત્રનો ભંગ કરશે તો માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.