Valsad: ઔરંગા નદીમાં જોવા મળી દુલર્ભ અમેરિકન માછલી, સર્જાયું કુતૂહલ, જુઓ વીડિયો

Valsad: ઔરંગા નદીમાં જોવા મળી દુલર્ભ અમેરિકન માછલી, સર્જાયું કુતૂહલ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 8:10 AM

વિચિત્ર મોં ધરાવતી આ સકર માઉથ કૈટ ફિશ મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું અને આ માછલીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઊમટી  પડ્યા હતા. અગાઉ ગંગા નદીમાંથી પણ આવી વિચિત્ર મોં ધરાવતી માછલી મળી આવી હતી. 

વલસાડની  (Valsad) ઔરંગા નદીમાં અમેરિકન માછલી  (American fish) જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.  ગામનો યુવાન ઔરંગા નદીમાં  માછલી પકડવા માટે જાળ નાંખી રહ્યો હતો આ માછીમારી દરમિયાન તેની જાળમાં અત્યંત દુર્લભ માછલી ફસાઈ ગઈ હતી અને જાળમાં ફસાયેલી આ દુર્લભ માછલીનું નામ સકર માઉથ કૈટ ફિશ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ માછલી મોટાભાગે અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે અગાઉ આ માછલી યુપી નજીક ગંગા નદીમાંથી મળી આવી હતી, હવે વલસાડના જૂજવા ગામે ઔરંગા નદીમાંથી  (Auranga River) આ દુર્લભ માછલી મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

Valsad: Rare American fish found in Auranga river,

વલસાડમાં જોવા મળી અમેરિકાની માછલી

 

વિચિત્ર મોં ધરાવતી આ સકર માઉથ કૈટ ફિશ મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું અને આ માછલીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઊમટી  પડ્યા હતા. અગાઉ ગંગા નદીમાંથી પણ આવી વિચિત્ર મોં  ધરાવતી માછલી મળી આવી હતી.  સમુદ્રી જીવોનો અભ્યાસ કરતા  વૈજ્ઞાનિકોએ  તે સમયે આ માછલીની ઓળખ એમેઝોન નદીમાંથી મળી આવતી  સકર માઉથ કૈટ ફિશ તરીકે ઓળખાવી હતી. જોકે આ  માછલી માંસાહારી છે અને ઈકોસિસ્ટમ માટે જોખમ પણ છે તેમ વૈજ્ઞાનિકોએ  જણાવ્યું હતું.

Published on: Sep 25, 2022 08:09 AM
g clip-path="url(#clip0_868_265)">