કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો
સાબરકાંઠા જિલ્લાના હજુ પણ 17 થી 18 શ્રમિકો કુવૈતમાં અટકાયત હેઠળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગેનો દાવો કુવૈતથી પરત ફરેલા પ્રથમ ગુજરાતી શ્રમિકે કર્યો છે. વિજયનગરના દઢવાવ ગામનો અલ્પેશ પટેલ કુવૈતથી વતન પરત ફર્યો છે. તેણે કહ્યું હતુ કે, છેલ્લા સાત આઠ દીવસ યાતનાઓમાં પસાર કર્યા હતા.
કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ભારતીય શ્રમિકો પૈકી હજુ પણ 17 થી 18 જેટલા ગુજરાતી કુવૈતમાં કેદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ગુજરાતી શ્રમિક પૈકી સૌથી પહેલા વતન પરત પહોંચેલા અલ્પેશ પટેલે આ દાવો કર્યો છે. તેનું માનવામાં આવી રહ્યું છે, કે મોટી સંખ્યામાં ભારતીય શ્રમિકોને હાલતો અટકાયત હેઠળ રાખવામાં આવ્યા છે. વિજયનગરના દઢવાવ ગામનો અલ્પેશ પટેલ કુવૈતથી વતન પરત ફર્યો છે. તેણે કહ્યું હતુ કે, છેલ્લા સાત આઠ દીવસ યાતનાઓમાં પસાર કર્યા હતા.
યાતનામાં પસાર કર્યા દિવસ
સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી. જેઓને પહેરેલા કપડે જ તેમના રહેણાંકના સ્થળથી અટકાયત કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી એક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના માટે યાતનાના દિવસો પસાર થવા લાગ્યા હતા. પહેરેલા કપડાએ જ લઈ ગયા બાદ તેમને ભોજનમાં જ પણ નોનવેજ પીરસવામાં આવતું હતું, તો વળી નહાવા માટે સાબુ પણ પોતાના ખર્ચે ખરીદવા માટે પરવાનગી નહોતી. દવા કે સાબુ જેવી ચીજ માંગવામાં આવે તો પણ શ્રમિકોને પોલીસ જવાબમાં માર મારી ગુસ્સો વર્તાવતા.
આતો ઠીક કોઈને મદદ માટે જાણ કે, પછી કોઈની પણ સાથે વાતચીત પણ કરવા દેવામાં આવી રહી નહોતી. જેને લઈ તેમના માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. અલ્પેશને જ્યા રાખવામાં આવ્યો હતો ત્યાં 103 લોકો હતા. જ્યારે તે જ્યાં રહેતો હતો ત્યાંથી 1108 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ લોકો યાતનાભર્યા દિવસો પસાર કરી રહ્યા છે. એમ અલ્પેશ પટેલે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અલ્પેશને કુવૈતથી કોચી મોકલ્યો
ના ફોન કે, ના પૈસા તો ભૂખ્યો તરસ્યો જ અલ્પેશ કોચીમાં ભટકવા લાગવા જેવી સ્થિતિમાં હતો. પરંતુ એક દુકાનદારની મદદથી તેને ઘરનો સંપર્ક થયો અને તેને માટે ટિકિટની વ્યવસ્થા પરિવારજનોએ કરાવી હતી. જે આધારે કોચીથી અલ્પેશ પટેલ રવિવારે સાંજે મુંબઈ પહોંચ્યો હતો. જ્યાંથી તે અમદાવાદ મધરાતે એરપોર્ટ પર પહોંચ્યો હતો. અમદાવાદ ઉતર્યા બાદ વહેલી સવારે વતન વિજયનગરના દઢવાવ પહોંચ્યો હતો.
આ પણ વાંચો: કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ