Surendranagar : રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ પોલીસ સતર્ક, બંગાળી કારીગરોની કરાઇ નોંધણી પ્રક્રીયા, જુઓ Video
સુરેન્દ્રનગરમાં રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ પોલીસ સતર્ક બની છે. બંગાળી કારીગરોની નોંધણી પ્રક્રીયા પોલીસ દ્વારા શરૂ કરાઇ છે. જેને લઈ પોલીસ કચેરી બહાર કારીગરોની લાંબી કતાર જોવા મળી હતી.
રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ સુરેન્દ્રનગરમાં SOG પોલીસ સતર્ક થઈ છે. બંગાળથી આવી સોની કામ કરનારા કારીગરોની નોંધણી કરવામાં આવી હતી. નોંધણી માટે SOG પોલીસ કચેરી બહાર કારીગરોની લાંબી કતાર લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં 581 પરિવારજનો કલકત્તાથી આવી વસવાટ કરી રહ્યા છે. જેથી તમામ પરિવારજનોના આધાર કાર્ડ, પાનકાર્ડ રહેણાંકના પુરાવાઓની નોંધણી કરાઈ હતી.
આ પણ વાંચો : આતંકી મોડ્યુલનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSની કામગીરીને બિરદાવી
બંગાળી લોકો સોની વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહત્વનુ છે કે અગાઉ રાજકોટની સોનીબજારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ છેલ્લા કેટલાય સમય થી આતંકવાદીઓની ગતિવિધિ પર વોચ રાખી રહી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
