દીવા તળે અંધારુ: રાજુલાની 100 બેડની જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર વિના દર્દીઓને પારાવાર મુશ્કેલી, અનેક ડૉક્ટર બિનઅધિકૃત રીતે રજા પર
અમરેલી જિલ્લાની બીજા નંબરની રાજુલા શહેરની જનરલ સિવિલ હોસ્પિટલમાં TV9ની ટીમ પહોંચી હતી. 100 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં મોટાભાગના ડૉક્ટરની જગ્યા ખાલી છે. જેમાં TV9ની રિયાલિટી ચેક દરમ્યાન એક ડૉકટર 5 વર્ષ કરતા વધુ સમયથી બિનઅધિકૃત રીતે ગેર હાજર હોવાનો ઘટસ્ફોટ થયો. વેપારીઓએ સરકાર પાસે ખાલી પડેલી ડૉક્ટરની જગ્યા ભરવા માટે માગ કરી છે.
અમરેલી જિલ્લામાં અતિ મહત્વનો વિસ્તાર રાજુલા જાફરબાદ ખાંભા પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં જિલ્લાની બીજા નંબરની રાજુલા જનરલ હોસ્પિટલમાં સુવિધાને લઇ રાજય સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવા આવી પરંતુ તેને ચલાવનારા મોટાભાગના ડૉકટર સ્ટાફની જગ્યાઓ ખાલી છે હોસ્પિટલ સારી છે પરંતુ દર્દીઓ સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય જગ્યા હોસ્પિટલ ચલાવનારા જવાબદાર ડૉકટર અધિક્ષક આર.એમ.ઓ જેવી જગ્યા વર્ષોથી ખાલી પડેલી છે. જેથી અન્ય ડૉકટરોને ચાર્જ આપી હાલ ગાડુ ચલાવાઈ રહ્યુ છે. બીજી તરફ અહીં સવારથી દર્દીઓની કતારો લાગે છે. અન્ય ડૉક્ટરોના અભાવે દર્દીઓને ન પરવડતુ હોવાછતા બહાર ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે, tv9 ગુજરાતીની ટીમ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા દર્દીઓ મોટી સંખ્યામાં હતા. જાણવા માટે કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરી. દર્દીઓએ કહ્યું કાયમી ડૉકટરોની જગ્યા ભરો. અહીં ગામડાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે.
રાજુલા જનરલ હોસ્પિટલમાં આ જગ્યાઓ ખાલી
- 4 ગાયનેકની જગ્યા ખાલી
- 2016 થી સર્જનની જગ્યા ખાલી
- 2 પીડિયાટ્રિશિયનની જગ્યા ખાલી
- રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી
- અધિક્ષકની જગ્યા 2022થી ખાલી
- RMOની જગ્યા 2014થી ખાલી
- એનેસ્થેસિયાની જગ્યા ખાલી
- માનસિક રોગના ડૉક્ટરની જગ્યા ખાલી
- ENTની જગ્યા ખાલી
- આંખના ડૉક્ટરની જગ્યા ખાલી
- એક્સરે ટેકનિશ્યનની જગ્યા ખાલી
- વહીવટી અધિકારીની 2 જગ્યા ખાલી
- ચીફ ફાર્મસીની 1 જગ્યા ખાલી
- સિક્યોરિટી ગાર્ડની પણ જગ્યા ખાલી
હોસ્પિટલમાં 4 ગાયનેકની જગ્યા ખાલી
રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં 4 ગાયનેકની જગ્યા ખાલી છે. કોહાલમાં સીએમ સેતુ અંતર્ગત 1 ડોકટર અઠવાડિયામાં 3 દિવસ માત્ર એક એક કલાક આવે છે. 2016થી સર્જનની જગ્યા ખાલી છે, પીડિયાટીક બાળકની 2 જગ્યા છે, જેમાં 1 હાજર થયા છે. રેડીયોલોજીસ્ટની 1 જગ્યા ખાલી છે.અધિક્ષકની જગ્યા 2022થી ખાલી હોવાને કારણે ઇન્ચાર્જથી ચલાવે છે. 2014થી RMOની જગ્યા ખાલી છે, ઇન્ચાર્જથી ચલાવે છે. એનેસ્થેસિયાની જગ્યા ખાલી છે, માનસિક રોગના ડોક્ટરની જગ્યા ખાલી છે, ENT કાન અને ગળાના ડૉક્ટરની જગ્યા ખાલી છે, આંખના ડોકટર નથી જગ્યા ખાલી છે. એક્સરે ટેક્નિશ્યનની જગ્યા ખાલી છે.વહીવટી અધિકારીની 2 જગ્યા ખાલી છે. ઇન્ચાર્જ ચલાવે છે, ચીફ ફાર્મસીની 1 જગ્યા ખાલી છે.
100 બેડની હોસ્પિટલ હોવા છતાં હજુ સુધી સિક્યુરિટી ગાર્ડનું મેહકમ મંજુર થયું નથી, મેડિકલ ઓફિસરની 4 જગ્યા છે તેમાં મેહકમ વધુ હોવું જોઈએ ઉપરાંત 100 બેડની જનરલ હોસ્પિટલમાં વર્ષો જુના ક્વાર્ટર હતા તે અતિ જર્જરિત હોવાને કારણે કન્ડમ થયા હોવાથી ઉચ્ચ કક્ષાએથી તેને પાડી દેવા માટેની મંજૂરી આપી દેવાઈ છે પરંતુ હજુ સુધીમાં પાડવામાં આવ્યું નથી. જેના કારણે નવા કવાટર્સની કામગીરી શરૂ કરવામાં આવતી નથી. જેથી હાલમાં ફરજ બજાવતા ડૉક્ટર સ્ટાફને અન્ય પ્રાઈવેટ મકાનમાં રહેવાની ફરજ પડી છે. ક્વાટરના અભાવે ડૉક્ટર સ્ટાફને પણ હાલાકીનો સામનો કરવો પડે છે.
હોસ્પિટલમાં તબીબોની ઘટને લઈને ચેમ્બર ઓફ કોમર્સ સહિત શહેરના વેપારીઓએ જગ્યા ભરવા માગ કરી છે. હોસ્પિટલમાં પૂરતા સ્ટાફની જગ્યા ભરવા રાજ્ય સરકાર પાસે માગ કરવામાં આવી છે. હાલ tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં અમરેલી જિલ્લાની બીજા નંબરની અને રાજુલાની આ જનરલ હોસ્પિટલને લઈને ચોંકાવારી હકીકતો ખૂલી છે. હોસ્પિટલનું મકાન જર્જરીત બન્યુ છે. હોસ્પિટલમાં એકપણ રોગના કે પૂરતા ડૉક્ટર્સ નથી. જે છે એ પણ નિયમિત આવતા નથી જેના કારણે દર્દીઓને પારાવાર પીડા સહન કરવી પડે છે. હોસ્પિટટમાં જે ગાયનેક ડૉક્ટર ક્ષમાબેન વ્યાસ છે તેઓ 29 મે 2017થી ગેરહાજર છે. 2020માં કોવિડ કાળ દરમિયાન તેમને અવારનવાર હાજર થવા અંગેની નોટિસ આપવા છતા તેઓ હાજર થતા નથી. તારીખ 1 જાન્યુઆરી 2024એ ગાયનેક ક્ષમાબેન વ્યાસે તેમનુ રાજીનામુ મોકલ્યુ હતુ, જે મંજૂર પણ કરવામાં આવ્યુ નથી. આથી હજુ પણ તેમનુ નામ બોલી રહ્યુ છે પરંતુ ડૉક્ટર મેડમ આવતા તો નથી જ .
રાજુલા હોસ્પિટલમાં ડૉકટરોની ઘટને લઈ શહેરના ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારીઓની માંગ ઉઠી છે સિવિલ હોસ્પિટલમાં પૂરતા સ્ટાફની જગ્યાઓ ભરવા રાજય સરકાર પાસે લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ ટીવી નાઇનની ટીમએ રિયાલિટી ચેક કરતા એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે અહીં હોસ્પિટલમાં ગાયનેક ડોકટર ક્ષમાબેન વ્યાસ તારીખ 29/05/2017થી હોસ્પિટલમાં ગેરહાજરી છે 2020 કોવિડ કોરોના કાળ દરમ્યાન અવાર નવાર નોટિસો આપી હાજર થવા માટે અધિક નિયામક દ્વારા વાંરવાર નોટિસો આપી છતા હાજર થતા નથી તારીખ 01-01-2024એ ગાયનેક ડોક્ટર ક્ષમાબેન વ્યાસ દ્વારા પોતાનું રાજીનામુ મોકલી આપવામાં આવ્યું હતું પરંતુ મંજુર કરવામાં આવ્યું નથી.
કરોડોના ખર્ચ બનેલી આ જનરલ હોસ્પિટલ ડૉક્ટર તેમજ અન્ય સ્ટાફના અભાવે લાવારીસ ભાસી રહી છે. એક્સરે મશીન, સોનોગ્રાફીની મશીનરી પણ ધૂળ ખાઈ રહી છે. કોઈ ટેકનિશ્યન ન હોવાથી મોંઘા મોંઘા ટેસ્ટ દર્દીઓને બહાર ખાનગી લેબમાં કરાવવા પડે છે. ડૉક્ટર વિના ભેંકાર ભાસતી આ હોસ્પિટલમાં તબીબોની ઘટ ક્યારે પૂરી કરવામાં આવશે તે જોવુ રહ્યુ.
Input Credit- Jaydev Kathi- Amreli