Kutch : મુન્દ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુની કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં મોટાભાગે આરોપીઓ દરિયાકાંઠા વિસ્તારમાંથી નશાકારક વસ્તુઓની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ફરી એક વખત કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં નશાનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગે આરોપીઓ દરિયાકાંઠા વિસ્તારમાંથી નશાકારક વસ્તુઓની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ફરી એક વખત કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મુન્દ્રા પોર્ટ પરથી 40 કરોડથી વધુની કિંમતની ટ્રામાડોલ ગોળીનો જથ્થો મળી આવ્યો છે. મુન્દ્રા કસ્ટમની SIIB શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. બે કન્ટેનરની તપાસ કરતા પ્રતિબંધિત દવાની જગ્યાએ મિસ ડીકલેરેશન કરાયું હતું. સૌરાષ્ટ્રના નિકાસકાર દ્વારા મોકલવામાં આવેલા કન્ટેનરની તપાસ કરતા દવાનો જથ્થો મળ્યો છે. અગાઉ પોર્ટ પરથી આજ પ્રકારનો કરોડોનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
Latest Videos
Latest News