નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથીઃ ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ, ગુજરાતની ઘરતીના પનોતા પૂત્ર અને વિશ્વના યશસ્વી નેતા એવા નરેન્દ્ર મોદી વતન ભૂમિ ગુજરાતમાં પહેલીવાર આવ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકકલ્યાણના અનેક શિખરો સર કર્યાં છે. નરેન્દ્ર મોદીના વિકાસ અને વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા અઢી દાયકાથી મળી રહ્યો છે.
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે, રૂપિયા 8000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાગરિકોને સંબોધન કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ, ગુજરાતની ઘરતીના પનોતા પૂત્ર અને વિશ્વના યશસ્વી નેતા એવા નરેન્દ્ર મોદી વતન ભૂમિ ગુજરાતમાં પહેલીવાર આવ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકકલ્યાણના અનેક શિખરો સર કર્યાં છે. નરેન્દ્ર મોદીના વિકાસ અને વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા અઢી દાયકાથી મળી રહ્યો છે.
વિશ્વની સૌથી મોટી એફર્ડેબલ હાઉસીગ યોજના અંતર્ગત ભારતના મધ્યમ અને ગરિબોને ચાર કરોડ લોકોને પોતાના ઘર મળ્યા છે અને વધુ ત્રણ કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક સેવ્યો છે. ગુજરાતમાં 50 હજાર મકાન આજે ફાળવાશે.
ગુજરાત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. સૌર ઊર્જા અને રિન્યુબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાતે મોટી સફળતા મળી છે. માળખાગત સુવિધાની સાથે મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર તેમજ ઈન્ફોગીફ્ટ સિટીને ટ્રાફિક મુક્ત વાહનવ્યવહાર મળ્યો છે. ભૂજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો રેલ મળી રહી છે.
વર્ષા ઋતુ ગુજરાતમાંથી વિદાય લઈ રહી છે, પરંતુ નરેન્દ્ર મોદીના સુશાસનમાં ક્યારે વિકાસ વર્ષા ક્યારેય અટકવાની નથી. વિકસીત ભારતના નિર્માણમાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેમ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.