Rajkot: આતંકી મોડ્યુલનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSની કામગીરીને બિરદાવી

Rajkot: આતંકી મોડ્યુલનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSની કામગીરીને બિરદાવી

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 01, 2023 | 6:42 PM

Rajkot: સોનીબજારમાંથી અલકાયદા આતંકી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSની કામગીરીને બિરદાવી છે.

Rajkot: રાજકોટની સોનીબજારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ATSએ ગત મધરાત્રે આ ત્રણેય આતંકવાદીઓ જ્યારે તેમના ઘરમાં હતા તે સમયે ધરપકડ કરી લીધી હતી. એટીએસની ટીમ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ આતંકવાદીઓની ગતિવિધિ પર વોચ રાખી રહી હતી અને 31 જૂલાઈએ ત્રણેય લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસની કામગીરીને બિરદાવી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે ત્રણેય અલકાયદાની કટ્ટરવાદી વિચારધારા સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી હથિયાર અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકવાદીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત એટીએસની ટીમ રાજકોટમાં વોચ રાખી રહી હતી.

આ પણ વાંચો : Rajkot: અલકાયદા સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણેય આરોપીના CCTV આવ્યા સામે, આ રીતે ફેલાવતા આતંકની વિચારધારા, જૂઓ Video

આ આતંકવાદીઓ પૈકી એક અમન મલિક એક વર્ષથી વિદેશી હેન્ડલર સાથે જોડાયેલો હતો, હેન્ડલર બાંગ્લાદેશી અલકાયદા ગૃપનો હેડ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આ આતંકીઓ ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા વિવિધ એપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. હથિયારનું શું કરવાના તે નક્કી કર્યુ ન હતુ. ગૂગલ પરથી હથિયાર ચલાવવા માટેની તાલીમ લેતા હતા. તેમની પાસેથી 10 કારતૂસ પણ મળી આવ્યા છે. ગુજરાતમાં આતંકી મોડ્યુલ સક્રિય કરવાનું તેમનું ષડયંત્ર હતુ. તેમની પાસેથી 5 મોબાઈલ અને કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યુ છે. ટેલિગ્રામનો ઉપયોગ ગૂગલ હિસ્ટ્રીમાં પણ સામે આવ્યો છે. રેડિકલ મટિરિયલનો ઉપયોગ શું હતો તેના માટે ફોરેન્સિક ટીમની મદદ લેવાઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 01, 2023 06:41 PM
g clip-path="url(#clip0_868_265)">