PM મોદીએ ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમિટનો કરાવ્યો પ્રારંભ, કહ્યું 17 શહેરોનો સોલાર સિટી બનાવીશું-Video
આ સાથે પીએમ મોદી એ ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમીટનું ઉદ્ધાટન કર્યું હતુ. અહીં ભાષણ આપતા કહ્યું હતુ કે દેશના તમામ લોકોને સરકારની કામગીરી પર સંપૂર્ણ ભરોસો છે. આ સાથે પીએમ એ કહ્યું કે ગ્લોબલ એનર્જી માટે સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે.
PM મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડા પ્રધાન આજે ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમીટનું ઉદ્ધાટન કર્યું હતુ. અહીં ભાષણ આપતા કહ્યું હતુ કે દેશના તમામ લોકોને સરકારની કામગીરી પર સંપૂર્ણ ભરોસો છે. આ સાથે પીએમ એ કહ્યું કે ગ્લોબલ એનર્જી માટે સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. અહીં PM મોદીએ કહ્યું હતુ કે 17 શહેરોનો સોલાર સિટી બનાવીશું.
આ બાદ વાવોલમાં પહોચ્યાં હતા. અહીં તેઓ સૂર્ય ઘર અને મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે પહોચ્યાં હતા. વાવોલની શાલિન-2 સોસાયટીના સોલાર રુફ ટોપ લગાવેલા ઘરોની PM મોદીએ મુલાકાત લીધી હતી. યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી અહીં લાભાર્થીઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું
પીએમ મોદીએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું છે. પીએમ મોદીએ ગુજરાતના અમદાવાદમાં દેશની પ્રથમ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું. નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદ સુધી દોડશે. પીએમ મોદી આજે તેનું ફ્લેગ ઓફ કરશે.
સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલમાં પહોચ્યાં હતા. અહીં પીએ મોદીએ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે પહોંચ્યા હતા. આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ ‘વંદે મેટ્રો’ જેનું નામ બદલીને ” નમો ભારત રેપીડ રેલ” નામ આપવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.