Monsoon 2024 : જિલ્લાના 5 ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર થયું જળમગ્ન, જુઓ વીડિયો

Monsoon 2024 : જિલ્લાના 5 ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર થયું જળમગ્ન, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2024 | 3:02 PM

ઉપરવાસના વરસાદી પાણીની આવક અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે, સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા 5 ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. ભોગાવો નદી, ભયજનક સપાટી કરતા પાંચ ફૂટ ઉપર વહી રહી છે. 100 જેટલા પરિવારોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાયકા ડેમના કુલ 17 દરવાજા પાંચ ફુટ ખોલીને નદીમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાંચ મહત્વના ડેમ, ભારે વરસાદ અને ઉપરવાસથી આવી રહેલા પાણીને કારણે ઓવરફ્લો થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા ડેમ, ધોળી ધજા, ત્રિવેણી ઢાંગા, વાંસલ ડેમ અને મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવતા ઓવરફ્લો થયેલા ડેમને કારણે નદીઓમાં પૂરના પાણી ઘૂઘવી રહ્યાં છે.

જિલ્લાના તંત્ર દ્વારા નદીપટમાં રહેતા અને નદીકાઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પોતાના ઢોર ઢાખર લઈને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. સતત વરસાદી પાણીની આવકને પગલે, નાયકા ડેમના 17 દરવાજા પાંચ ફૂટ ખોલીને, નદીમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી બેકાંઠે વહી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રભારી સચિવ રાકેશ શંકર તાબડતોબ સુરેન્દ્રનગર પહોચ્યા હતા. ઉપરવાસના વરસાદી પાણીની આવક અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે, સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા 5 ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. ભોગાવો નદી, ભયજનક સપાટી કરતા પાંચ ફૂટ ઉપર વહી રહી છે. 100 જેટલા પરિવારોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાયકા ડેમના કુલ 17 દરવાજા પાંચ ફુટ ખોલીને નદીમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

 

 

 

g clip-path="url(#clip0_868_265)">