દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, 8ના મૃતદેહ બહાર કઢાયા, જુઓ વીડિયો
દહેગામ પાસેના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં નાહવા પડેલા યુવાનો ડૂબ્યા હોવાની વાત પ્રસરતા ચોમેર અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ગોઝારી દુર્ઘટનાની જાણ થતા જ, દહેગામ નગરપાલિકા ફાયર વિભાગ, મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારી ઉપરાંત દહેગામ પોલીસ તાકીદે ધટના સ્થળે પહોચ્યા હતા અને ત્વરીત બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા છે. નદીના પાણીમાં ડૂબી ગયેલા 10 યુવાનો પૈતકી 8 યુવાનોના મૃતદેહને સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ બે લોકોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
દહેગામ પાસેના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં નાહવા પડેલા યુવાનો ડૂબ્યા હોવાની વાત પ્રસરતા ચોમેર અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ગોઝારી દુર્ઘટનાની જાણ થતા જ, દહેગામ નગરપાલિકા ફાયર વિભાગ, મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારી ઉપરાંત દહેગામ પોલીસ તાકીદે ધટના સ્થળે પહોચ્યા હતા અને ત્વરીત બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
જો કે ડૂબેલા 10 યુવાનો પૈકી 8 યુવાનોના મૃતદેહને સ્થાનિક તરવેયાઓ અને દહેગામ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જો કે નદીના પ્રવાહમાં તણાયેલા અન્ય બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની વાત પ્રસરતા જ આજુબાજુના ગ્રામ્યજનો નદી કાંઠા એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે હાજર