Bike Start Trick : વરસાદમાં સ્ટાર્ટ નથી થતી બાઇક, કરો આ ઉપાય, થોડી જ વારમાં ચાલુ થઈ જશે બાઈક

વરસાદને કારણે ઇગ્નીશન સ્વીચમાં પાણી આવી શકે છે, જેના કારણે કરંટ પહોંચતો નથી અને બાઇક સ્ટાર્ટ થતી નથી. ઇગ્નીશન સ્વીચને સારી રીતે સૂકવી દો અને તપાસો કે ત્યાં કોઈ કનેક્શન ઢીલું તો નથી ને. આ સમસ્યા મોટે ભાગે બાઇકની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પાણી પ્રવેશવાને કારણે અથવા અન્ય કારણોસર થાય છે.

Bike Start Trick : વરસાદમાં સ્ટાર્ટ નથી થતી બાઇક, કરો આ ઉપાય, થોડી જ વારમાં ચાલુ થઈ જશે બાઈક
Image Credit source: Getty Image
Follow Us:
| Updated on: Sep 13, 2024 | 9:01 PM

ઘણા લોકો સામાન્ય રીતે વરસાદની મોસમમાં બાઇક સ્ટાર્ટ ન થવાની સમસ્યાનો સામનો કરે છે. આ સમસ્યા મોટે ભાગે બાઇકની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પાણી પ્રવેશવાને કારણે અથવા અન્ય કારણોસર થાય છે. જો તમારી બાઈક વરસાદમાં સ્ટાર્ટ નથી થઈ રહી, તો તમે આ ઉપાયો અજમાવીને તેને સરળતાથી સ્ટાર્ટ કરી શકો છો.

સ્પાર્ક પ્લગ સાફ કરો

બાઇકનો સ્પાર્ક પ્લગ વરસાદમાં ભીનો થઇ શકે છે, જેના કારણે બાઇક સ્ટાર્ટ થતી નથી. સ્પાર્ક પ્લગને કાઢો સાફ કરો અને સૂકવો. સ્પાર્ક પ્લગના ઇલેક્ટ્રોડ વચ્ચેનો ગેપ પણ ચેક કરો. જો ગેપ વધુ કે ઓછું હોય, તો તેને ઠીક કરો. જો સ્પાર્ક પ્લગને નુકસાન થયું હોય, તો તેને બદલો.

ઇગ્નીશન સ્વીચ ચેક કરો

વરસાદને કારણે ઇગ્નીશન સ્વીચમાં પાણી આવી શકે છે, જેના કારણે કરંટ પહોંચતો નથી અને બાઇક સ્ટાર્ટ થતી નથી. ઇગ્નીશન સ્વીચને સારી રીતે સૂકવી દો અને ચેક કરો કે ત્યાં કોઈ કનેક્શન ઢીલુ તો નથી.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

બેટરી ચેક કરો

વરસાદમાં, બેટરી કનેક્શન ઢીલું થઈ શકે છે અથવા બેટરી ડિસ્ચાર્જ થઈ શકે છે. બેટરી ટર્મિનલ્સને સાફ અને ટાઈટ કરો. જો બેટરી નબળી હોય, તો તેને ચાર્જ કરો અથવા બદલો.

ફ્યુલ સિસ્ટમ ચેક કરો

વરસાદ દરમિયાન, ઇંધણની ટાંકી અથવા કાર્બોરેટરમાં પાણી પ્રવેશી શકે છે, જેના કારણે પેટ્રોલ યોગ્ય રીતે પહોંચતું નથી. જો આવું થાય, તો પેટ્રોલની નળી ચેક કરો અને પાણીને ડ્રેઇન કાઢવાનો પ્રયાસ કરો. ફ્યુઅલ ફિલ્ટર પણ ચેક કરો કે તેમાં કોઈ ગંદકી કે પાણી છે કે નહીં.

સાઈલેન્સરમાં પાણી જમા થાય ત્યારે

જો સાયલેન્સરમાં પાણી જમા થઈ ગયું હોય, તો બાઇક સ્ટાર્ટ નહીં થાય. આવી સ્થિતિમાં, બાઇકને થોડું આગળથી ઉચું કરો અને સાયલેન્સરમાંથી પાણી કાઢો અને ફરીથી પ્રયાસ કરો. તમને જણાવી દઈએ કે ત્યારે જ સાઈલેન્સરમાં પાણી પ્રવેશે છે, જ્યારે તમે ઉંડા પાણીમાં બાઇક ચલાવો છો.

ચોકનો ઉપયોગ કરો

ક્યારેક ઠંડીમાં કે વરસાદમાં બાઇક સ્ટાર્ટ ન થાય તો ચોકનો ઉપયોગ કરો. ચોક ચાલુ કરો અને પછી બાઇક ચાલુ કરવાનો પ્રયાસ કરો. વરસાદના કારણે બાઇકના વાયરિંગમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે. બાઇકનું વાયરિંગ ચેક કરો અને જો કોઈ લૂઝ કનેક્શન હોય તો તેને ઠીક કરો. જો આટલા બધા ઉપાયો છતાં તમારી બાઇક સ્ટાર્ટ નથી થતી, તો પ્રોફેશનલ મિકેનિકની મદદ લેવી સારી રહેશે.

આ પણ વાંચો: Rush To Buy : આ એરલાઈનના શેર ઉડ્યા, 74 સુધી ગયો ભાવ, રોકાણકારોની ભારે ખરીદી, કંપનીએ બનાવ્યો ખાસ પ્લાન

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
g clip-path="url(#clip0_868_265)">