13.9.2024

મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો

Image - getty Image, Freepik 

પૂરણ પોળી બનાવવા માટે સૌથી પહેલા તુવેરની દાળ બાફી લો.

તુવેરની દાળ બફાઈ જાય ત્યારબાદ દાળમાં રહેલુ વધારાનું પાણી કાઢી દો.

હવે એક પેનમાં બાફેલી દાળમાં ઘી, ખાંડ અથવા ગોળ ઉમેરી ધીમી આંચ પર પકવવા દો.

પૂરણ પોળીનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

ત્યારબાદ આ મિશ્રણમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે મિશ્રણના નાના ગોળા બનાવી લો.

હવે રોટલીનો લોટ બાંધી લો. ત્યારબાદ પૂરણ પોળીનું મિશ્રણ સ્ટફ કરીને વણી લો.

ત્યાર બાદ તવી પર મધ્યમ આંચ પર ગોલ્ડન બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો.