રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા SDM સાહિબા સાથે થઈ ગેરવર્તણુક, મહિલાએ વાળ ખેંચી કરી મારપીટ, વીડિયો થયો વાયરલ- Video
રાજસ્થાનમાં SDM સાથે ગેરવર્તન અને મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા SDM સાહિબાના વાળ પકડીને જમીન પર ફેંકતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એસડીએમ અતિક્રમણ હટાવવા માટે પોલીસ ફોર્સ અને બુલડોઝર સાથે આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયું હતું.
રાજસ્થાનના ગંગાપુર સિટી જિલ્લામાં અતિક્રમણ હટાવવા ગયેલા SDM સાથે ગેરવર્તણુક કરવામાં આવી. આ સમગ્ર ઘટના ગંગાપુર સિટી જિલ્લાના તોડાભીમની છે. SDM સુનીતા મીના તેમની ટીમ સાથે અતિક્રમણ હટાવવા આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. વીડિયોમાં જોવા મળે છે કે SDMએ એક વૃદ્ધને ધક્કો માર્યો અને તે નીચે પડી ગયા. SDM હોવા છતાં તેમનું આ વર્તન યોગ્ય ન હતું.
આ પછી એક મહિલાએ SDM પર વળતો હુમલો કર્યો. મહિલાએ SDMના વાળ પકડીને તેમને જમીન પર પટકાવી દીધા. SDM સાથે કોઈ મહિલા પોલીસકર્મી ન હતી, તેથી પોલીસકર્મીઓ ખૂબ જ સાવધાનીપૂર્વક લડાઈને અટકાવવાનો પ્રયાસ કરતાં હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે SDM પર ગુસ્સે થયેલી મહિલાએ તેના વાળ પકડી લીધા અને પછી તેને જમીન પર પછાડી દીધા. આ દરમિયાન ઘણા લોકો દરમિયાનગીરી કરતા રહ્યાં પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કોઈક રીતે બંને છૂટા પડી ગયા.
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યાં છે કે જો અધિકારીઓ આ રીતનું વર્તન કરવા લાગશે તો લોકો પાસે કોઈ વિકલ્પ બચશે નહીં. એકે લખ્યું કે આજકાલ ઓફિસરો પણ પોતાને ભગવાન માનવા લાગ્યા છે, ભલે નિવૃત્તિ પછી કોઈ તેમના ફોનનો જવાબ ન આપે. એકે લખ્યું કે આ ખોટું છે આ રીતે, કોઈએ ગ્રામવાસીઓ પર વર્ચસ્વ ન રાખવું જોઈએ અને ન તો ગ્રામજનોએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ જાહેર કરાયેલી R.A.S. ટ્રાન્સફર લિસ્ટમાં સુનીતા મીણાની તોડાભીમથી બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને બરાનમાં તૈનાત પૂજા મીના તોડાભીમના નવા SDM બન્યા છે. પૂજાએ ચાર્જ ન લીધો હોવાના કારણે સુનીતા મીના હજુ પણ અહીં ચાર્જ સંભાળી રહ્યાં છે.