AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડને પાર પહોંચ્યો, કૌભાંડીઓ પાસે 27.38 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા- Video

સુરતના હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડને પાર પહોંચ્યો, કૌભાંડીઓ પાસે 27.38 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા- Video

Baldev Suthar
| Edited By: | Updated on: Oct 18, 2024 | 9:01 PM
Share

સુરતના હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડના આંકડાને વટાવી ગયો છે. સુરતની આંગડિયા પેઢીમાં 9 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. કૌભાંડીઓ પાસેથી 27.38 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. સાયબર ફ્રોડ કરી USDTમાં નાણાં વિદેશ મોકલવાના હવાલા કાંડનો આંકડો 100 કરોડને પાર પહોંચી ગયો છે.

સુરતના હવાલા કાંડનો આંકડો 100 કરોડને આંબી ગયો છે. સાયબર ફ્રોડ કરી USDTમાં નાણાં વિદેશ મોકલવાના હવાલા કાંડમાં કૌભાંડીઓ પાસેથી 27.38 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. સુરત આંગડિયા પેઢીમાં 9 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. કૂલ 45 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. પોલીસની તપાસ દરમિયાનવધુ 32 બેંક ખાતા મળી આવ્યા છે. નાણાં કન્વર્ટ કરી દુબઈ, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મોકલાતા હતા. હવાલા નેટવર્કનું સટ્ટા બેટીંગ સાથે પણ કનેક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરત SOGએ સોની ફળિયા સિંધીવાડમાં દરોડા પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબ્દુલ રહેમાન ડોકટર અને તેના પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરાઈ ચુકી છે. દુબઈમાં બેઠા-બેઠા અમદાવાદનો શખ્સ સમગ્ર કૌભાંડ ઓપરેટ કરતો હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં દરોડા દરમિયાન 8 સેવિંગ પાસબુક, 29 ચેક બુક, 2 કરન્ટ એકાઉન્ટ પાસ બુક મળી આવી હતી. 38 ડેબિટ કાર્ડ, 497 સિમકાર્ડ, 7 મોબાઈલ તેમજ 16 લાખ રોકડ જપ્ત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 18, 2024 08:59 PM
g clip-path="url(#clip0_868_265)">