Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : ખોરંભે પડેલો સુવાલી બીચના ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ ફરી શરૂ કરાયો, આ આકર્ષણ ઉભા કરશે , જુઓ વીડિયો

સુરત : ખોરંભે પડેલો સુવાલી બીચના ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ ફરી શરૂ કરાયો, આ આકર્ષણ ઉભા કરશે , જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 12, 2024 | 11:45 AM

સુરત : સુવાલી બીચના ડેવલપમેન્ટ માટે ફરીએકવાર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.  વર્ષ 2008-09માં મોટાપાયે જાહેરાત બાદ પ્રોજેક્ટને પડતો મૂકી દેવાયો હતો પરંતુ ફરી આ સ્થળને પીકનીક સ્પોટ તરીકે વિકસાવવા વિચારણા હાથ ધરવામાં આવી છે. 

સૂત્રો અનુસાર  બીચને 48 કરોડના ખર્ચે વિકસાવાશે જે અંતર્ગત 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન  [ણ કરવામાં આવશે. આ અવસરે  સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે 24મીએ સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. બીચના વિકાસ માટે સુડાએ 10 કરોડ મંજૂર કર્યા છે જ્યારે તબક્કાવાર 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરાશે.

આ અગાઉ 7 વર્ષ પહેલાં દિવાળીમાં બીચ ફેસ્ટિવલ યોજાયો હતો જોકે તે સમયે અપૂરતી સુવિધાઓની ફરિયાદ ઉઠી હતી. હવે સુવાલી સુધી 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા બનાવાઈ રહી છે. ખાણીપીણીના શોખિન સુરતીઓ ફરવાની સાથે અહીં ખાણી-પીણીની પણ મોજ માણી શકશે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">