સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 80 વર્ષના વૃદ્ધ અશક્ત સાસુને વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થતા એનજીઓની ટીમ પોલીસને સાથે લઈને ઘરે પહોંચી હતી અને દાદીને વૃદ્ધા આશ્રમમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ ઘરના પરિવારના સભ્યોએ ના પાડી હતી આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.
સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલી માતૃશકતી સોસાયટીમાં આ ઘટના બની હતી કે જ્યાં 80 વર્ષના વૃદ્ધ દાદીને તેની નફફટ વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થયો હતો જે બાદ સામાજિક એનઓજીને આ અંગે જાણ થતા પોલીસને સાથે લઈને વૃદ્ધાના ઘરે પહોચ્યા હતા. જ્યાં વૃદ્ધાના પરિવારજનો સફાઈ આપતા નજરે પડ્યા હતા. એનજીઓ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાઆશ્રમમાં લઇ જવાની વાત કરવામાં આવી હતી પરંતુ પરિવારજનો દ્વારા સ્પસ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો જે બાદ આ સમગ્ર મામલો પુણા પોલીસ મથકે પહોચ્યો છે
જે વીડિયો વાયરલ થયો છે તે ખુબ જ ચોંકાવનારો છે. નિર્વસ્ત્ર હાલતમાં રહેલા વૃદ્ધ દાદીને ઘરના ઓરડામાં થપ્પડો અને ઢસડીને લાતો મારવામાં આવી રહી છે. વૃદ્ધાની સ્થિતિ જોઈ ગમે તેને દયાભાવ જાગે પણ વહુને જાણે દયા જેવું કંઈ હોય જ નહીં તે રીતે માર મારતા જોવા મળી રહી છે. આ બાબતે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન એમ્પાવરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી મળતા હોદેદારો પોલીસને સાથે લઈને ઘરે પહોચ્યા હતા અને દાદીને વૃદ્ધાઆશ્રમમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ પરિવારના સભ્યોએ ના પાડી હતી. હાલ આ સમગ્ર મામલો પુણા પોલીસ મથકે પહોચ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો