Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Rain: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફલો, ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

Rajkot Rain: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફલો, ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 3:38 PM

રાજકોટમાં વરસાદની શરૂતા થતાંજ સૌરાષ્ટ્ર નો બીજા નંબરનો એવો ભાદર - 1 ડેમ ઓવરફલો થયો છે. સીઝનમાં સૌપ્રથમ વાર આ ડેમ ઓવરફલો થતાં હવે 29 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વનુક હે કે નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે.

Monsoon 2023: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ (Rajkot) વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર – 1 ડેમ ઓવરફલો થયો છે. સીઝનમાં સૌપ્રથમ વાર આ ડેમ ઓવરફલો થયો છે. ડેમના 29 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની આવક થતાં હાલ તો ડેમના તામમ દરવાજા ખોલવામાં આવ્યા છે.  પરંતુ આ સાથે જ રાજકોટ, જેતપુર, વીરપુર, સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર થયું છે.

આ પણ વાંચો : ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે આજી નદી બે કાંઠે, રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં આવ્યું ઘોડાપૂર, જુઓ Video

બીજી તરફ રાજકોટના ધોરાજીનો ભાદર-2 ડેમ ફરી ઓવરફલો થયો છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફલો થયા છે. પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. ભાદર – 1 ડેમનું પાણી છોડાતા ભાદર નદી ગાંડી તૂર બની છે. જેતપુર,ગોંડલ,જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે.

(ઇનપુટ ક્રેડિટ – નાસિર બોઘાણી)

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 23, 2023 03:18 PM
g clip-path="url(#clip0_868_265)">