Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ રૂટ પર મેટ્રો રેલનો પ્રારંભ કરાવશે

PM Modi 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ રૂટ પર મેટ્રો રેલનો પ્રારંભ કરાવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 9:48 PM

.વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે(PM Modi)  અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે.મોદી ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરશે.

અમદાવાદના(Ahmedabad) નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે(Metro Rail)  હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે.વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે(PM Modi)  અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે.મોદી ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરશે.ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે.જયાં કાલુપુર બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે.મુલાકાત બાદ કાલુપુરથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં જશે.મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.કારણ કે આ સેવા સસ્તી પણ હશે અને ઝડપી પણ હશે.મેટ્રોનું ભાડું માત્ર 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનું હશે..એટલુ જ નહીં બંને રૂટ પર એક છેડેથી બીજે છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. જો કે લોકાર્પણ બાદ 2 દિવસમાં નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ થશે.

પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે.તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે.આ તબક્કામાં બે કોરિડોર છે.22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે.જેમાં 20 સ્ટેશન હશે જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે.જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.

₹ 5થી 25 સુધીની ટિકીટ, દિવ્યાંગો માટે ખાસ સુવિધા

મેટ્રોના બન્ને કોરિડોરમાં ટિકિટનો દર અલગ અલગ સ્ટેશન માટે રુ. 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. આ સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર આધુનિક રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

Published on: Sep 24, 2022 08:55 PM
g clip-path="url(#clip0_868_265)">