પાટણમાં ખાતરની અછતના પગલે ખેડૂતો પરેશાન, ઝડપથી ખાતર પહોંચાડવા માંગ

પાટણ જિલ્લામાં ખાતરની રોજની પાંચ હજારથી વધુ ખાતરની થેલીની માગ છે જેની સામે હાલ માત્ર બે હજાર થેલી જેટલો જથ્થો જ આવી રહ્યો છે.

ગુજરાતના(Gujarat)પાટણમાં (Patan) માવઠાથી(unseasonal rain)જગતનો તાત(Farmers)મુશ્કેલીમા મુકાયો છે. એકબાજુ માવઠાનો માર અને બીજી તરફ ખાતર(Fertilizer)માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જેમાં ખેડૂતોનો દાવો છે કે, કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં તેમને ફરીથી વાવેતર કરવું પડી રહ્યું છે. જો કે, ખાતર ન મળતા તેઓ પરેશાન થઈ રહ્યા છે.

જેમાં કેટલાક ખેડૂતોને 50 થેલી ખાતરની જરૂરિયાત છે જેના બદલામાં તેમને માત્ર 5 થેલી મળી રહી છે. તો જિલ્લામાં ખાતરની રોજની ૫ હજારથી વધુ ખાતરની થેલીની માગ છે જેની સામે હાલ માત્ર ૨ હજાર થેલી જેટલો જથ્થો જ આવી રહ્યો છે. ખેડૂતોની માગણી છે કે તેમને પુરતુ ખાતર પહોંચાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ખાતરની જરૂરિયાત સામે કેન્દ્ર સરકારે કરેલી વ્યવસ્થા પર તો નવેમ્બર માસમાં યુરિયા ખાતરની 41 લાખ મેટ્રીક ટનની માગ હતી.જેની સામે કેન્દ્ર સરકારે 76 લાખ મેટ્રિક ટન યુરિયાની વ્યવસ્થા કરી હતી. જ્યારે નવેમ્બરમાં DAPની 70 લાખ મેટ્રિક ટનની માગ હતી. જેની સામે કેન્દ્ર સરકારે 80 લાખ મેટ્રિક ટન DAPની વ્યવસ્થા કરી હતી. જ્યારે નવેમ્બરમાં NPKની 15 લાખ મેટ્રિક ટનની માગ હતી.જેની સામે કેન્દ્ર સરકારે 20 લાખ મેટ્રિક ટન NPKની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જીએસટી કૌભાંડનો આરોપી ફરાર થયો

  • Follow us on Facebook

Published On - 10:16 am, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati