IPL 2024: મહેન્દ્ર સિંહ ધોનીએ એવું શું કર્યું કે માફી માંગવા લાગ્યો, જુઓ Video

મહેન્દ્ર સિંહ ધોની હાલમાં તેની કારકિર્દીના તે તબક્કે છે જ્યારે હજારો ચાહકો તેની બેટિંગ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. તે મેદાન પર જે પણ કરે છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ આ વખતે તેણે મેદાનની બહાર કંઈક એવું કર્યું, જેના માટે તેણે પોતે માફી માંગવાનું શરૂ કર્યું હતું. ધોનીનો માફી માંગતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે ધોનીનાઆ આ વર્તને તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

IPL 2024: મહેન્દ્ર સિંહ ધોનીએ એવું શું કર્યું કે માફી માંગવા લાગ્યો, જુઓ Video
MS Dhoni
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 6:23 PM

ધોની IPL 2024માં નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. સુકાની પદ છોડ્યા બાદ તેણે ઉગ્ર સ્વરૂપ અપનાવ્યું છે. તેણે દરેક મેચમાં આવતાની સાથે જ બોલને બાઉન્ડ્રી પર મોકલવાનો નિયમ બનાવ્યો છે. છેલ્લી ચાર મેચોથી તે પ્રથમ બોલ પર ચોગ્ગા કે છગ્ગા ફટકારી રહ્યો છે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આવતાની સાથે જ ચોગ્ગો પણ ફટકાર્યો હતો. હાલમાં, તે તેની કારકિર્દીના તે તબક્કે છે જ્યારે હજારો ચાહકો તેને જોવા માટે સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. તે જે પણ કરી રહ્યો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હવે તેનો એક ખેલાડીની માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધોનીનો પગ ભૂલથી સાથી ખેલાડીને વાગ્યો

વાસ્તવમાં, ઘણા ચાહકો મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો શેર કરીને તેની સતત પ્રશંસા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તે મેચ પહેલા કોઈની સાથે વાત કરતા જોઈ શકાય છે. આ વાતચીત દરમિયાન ટીમનો એક ખેલાડી તેની પાછળથી પસાર થાય છે. ધોની તે ખેલાડીને જોઈ શકતો નથી અને તેના પગ પાછળ ખસે છે. જેના કારણે તેનો પગ અજાણતા તે ખેલાડીના પગ સાથે અથડાય છે. ‘માહી’ તરત જ આના પર પ્રતિક્રિયા આપે છે અને અફસોસ વ્યક્ત કરતા માફી માંગવાનું શરૂ કરે છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

ચાહકોનું દિલ જીતી લીધું

ધોનીએ બરાબર એ જ રીતે પ્રતિક્રિયા આપી કે જ્યારે આપણે અજાણતા ભૂલ કરીએ છીએ ત્યારે આપણે ભગવાનની માફી માંગવાનું શરૂ કરીએ છીએ. જો કે, આ બહુ નાની ઘટના હતી, પરંતુ તેના વર્તને તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાહકો તેને ‘મેન ઓફ કલ્ચર’ કહી રહ્યા છે.

ધોની હજુ સુધી આઉટ થયો નથી

ચેન્નાઈનો ‘થાલા’ આ સિઝનમાં 9 મેચમાં 7 વખત બેટિંગ કરવા આવ્યો છે, પરંતુ કોઈ બોલર તેને આઉટ કરી શક્યો નથી. તે સાતેય ઈનિંગ્સમાં અણનમ પરત ફર્યો છે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. IPLના ઈતિહાસમાં ધોની પહેલો એવો ખેલાડી બન્યો જે 150 જીતમાં ટીમનો ભાગ રહ્યો હોય. આ સિવાય ધોની આ સિઝનમાં 259ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે, જેમાં 8 સિક્સર અને 9 ફોર પણ ફટકારી છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં મયંક યાદવનું સ્થાન નિશ્ચિત હતું, પરંતુ આ કારણે હવે તેની પસંદગી નહીં થાય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">