Ahmedabad Video : અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર નોંધાવ્યો વિરોધ, UGC પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની કરી માગ
અખિલ ગુજરાત ખંડ સમય મંડળ ફરી એક વાર મેદાનમાં ઉતર્યુ છે. પાર્ટ ટાઈમ અધ્યાપકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. વિવિધ માગોને લઈને અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. અધ્યાપકો UGC પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની માગ કરી છે. તેમજ પેન્શન અને ભથ્થા એકસાથે આપવાની માગ સાથે રામધૂન બોલાવી હતી.
અખિલ ગુજરાત ખંડ સમય મંડળ ફરી એક વાર મેદાનમાં ઉતર્યુ છે. પાર્ટ ટાઈમ અધ્યાપકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. વિવિધ માગોને લઈને અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો.અધ્યાપકો UGC પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની માગ કરી છે. તેમજ પેન્શન અને ભથ્થા એકસાથે આપવાની માગ સાથે રામધૂન બોલાવી હતી.
આ અંગે અખિલ ગુજરાત ખંડ સમયના પ્રમુખ દેવદત્ત રાણાએ નિવેદન આપતા કહ્યું હતું કે 2015માં ચુકાદો જીત્યા બાદ ન્યાય ન મળે તે માટે સરકાર ડિવિઝન બેચમાં ગઈ હોવાનો દાવો કર્યો છે.છેલ્લા 8 વર્ષથી ફક્ત કોર્ટમાં તારીખ પે તારીખ અપાઈ રહી છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે 30 વર્ષથી નોકરી કરતા હોવા છતાં પટ્ટાવાળા કરતા અધ્યાપકોનો પગાર ઓછો છે.
Latest Videos
Latest News