દિલ્હીમાં 9 ફેબ્રુઆરીએ મળશે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક, ઉમેદવારોના નામ પર લાગશે મહોર

આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના કયાં ઉમેદવાર હશે તે સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં અગાઉ કોંગ્રેસની કેટલીક બેઠક મળી હતી. જેમાં ઉમેદવાર પસંદગી માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

Narendra Rathod
| Edited By: | Updated on: Feb 07, 2024 | 12:26 PM

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે કોંગ્રેસ પણ એક્શન મોડ પર જોવા મળી રહ્યુ છે. આગામી 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના કયાં ઉમેદવાર હશે તે સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું મંથન

ગુજરાતમાં અગાઉ કોંગ્રેસની કેટલીક બેઠક મળી હતી. જેમાં ઉમેદવાર પસંદગી માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા.લોકસભાનો વિસ્તાર મોટો હોય છે, જેથી ચૂંટણી પહેલા એવા ઉમેદવારને પસંદ કરવાનું કામ જલ્દી પતે તે માટે નિર્દેશ અપાયા હતા.અગાઉની બેઠકમાં 2થી 3 સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવી હતી.આ પેનલ તૈયાર થઇ ગયા બાદ ઉમેદવાર પસંદગી માટેની કવાયત શરુ કરવામાં આવી છે.

ફેબ્રુઆરીના અંત સુધી ઉમેદવારના નામ નક્કી થશે

અગાઉ કોંગ્રેસે લોકસભાદીઠ ઉમેદવાર પેનલ તૈયાર કરી હતી. પેનલ તૈયાર થયા બાદ સ્ક્રીનિંગ કમીટિના સભ્યો, પ્રદેશના હોદ્દેદારો અને AICCના સેક્રટરી વચ્ચે 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બેઠક મળવાની છે. આ બેઠકમાં ફેબ્રુઆરી મહીનાના અંત સુધીમાં સંભવિત ઉમેદવારોને ચૂંટણી લડવાના આદેશ આપી દેવામાં આવે તે પ્રકારની ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">