સુરતમાં ખાખીએ માનવતા મહેકાવી, ફૂટપાથ પર સુતેલા લોકોને ગરમ કપડાંનું વિતરણ કરાયું, જુઓ વીડિયો
સુરત : પોલીસને તમે કડકાઈ કરતા કે આકરા સ્વરૂપમાં ઘણીવાર જોઈ હશે. આ,તો કડક સ્વભાવ રાખવો ફરજ માટેની જરૂરિયાત પણ હોવાનો મત વ્યક્ત કરાય છે પણ ખાખી વર્દી પાછળની માનવતાના સુરતમાં દર્શન થયા હતા.
સુરત : પોલીસને તમે કડકાઈ કરતા કે આકરા સ્વરૂપમાં ઘણીવાર જોઈ હશે. આ,તો કડક સ્વભાવ રાખવો ફરજ માટેની જરૂરિયાત પણ હોવાનો મત વ્યક્ત કરાય છે પણ ખાખી વર્દી પાછળની માનવતાના સુરતમાં દર્શન થયા હતા જ્યાં પોલીસ અધિકારીએ કડકડતી ઠંડીમાં અનેક લોકોને રાહત આપવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.
પોલીસનું આ કાર્ય બિરદાવવા જેવું છે. ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગઢવીએ પોતાના પરિવાર અને તેમની ટીમ સાથે રાખી પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. પોલીસ અધિકારીએ ફૂટપાથ પર સુતેલા લોકોને ગરમ કપડાંનું વિતરણ કર્યું હતું. ફૂટપાથ પર રહેતા અને શિયાળાની ઠંડીમાં તકલીફ વચ્ચે રાત વિતાવતા ગરીબ લોકોને હૂંફઆપવાનો પોલીસ અધિકારીએ પ્રયાસ કર્યો હતો. માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડાયું હતું. આ સાથે પલસાણા પાસે આવેલા અનાથ આશ્રમના બાળકોને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.