પરશોત્તમ રુપાલાને નહીં ખસેડાય તો માનીશુ કે ભાજપ પણ તેમના નિવેદન સાથે સહમત-તૃપ્તિ રાઓલ, જુઓ વીડિયો
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો સાથે આજે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને પક્ષે સમજાવટ સાથે મત રજૂ કર્યો હતો. પરશોત્તમ રુપાલાએ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિવાદાસ્પદ નિવેદન બદલ સમાજની માફિ માગી હોવા છતા, આ મુદ્દે ક્ષત્રિય સંકલન સમિતિ હાલ તો સહેજ પણ નમતું જોખવા માટે તૈયાર નથી.
ક્ષત્રિય સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની સમજાવટ છતા, ક્ષત્રિય સંકલન સમિતિ રુપાલાને હટાવોની માગ સાથે અડગ રહી હતી. બન્ને પક્ષ દ્વારા યોગ્ય રજૂઆત અને સમજાવટ છતા બેઠક અનિર્ણાયક રહેવા પામી હતી.
બેઠક બાદ, મહિલા આગેવાન તૃપ્તિ રાઓલે કહ્યું હતું કે, જો પરશોત્તમ રુપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં નહી આવે તો માનીશુ કે ભાજપ પણ પરશોત્તમ રુપાલાના આ વિવાદાસ્પદ નિવેદનની સાથે છે.
તેમણે કહ્યું હતું કે, રૂપાલાનું નિવેદન રાજપૂતોનાં ઇતિહાસ પણ છાંટા ઉડાડવાની વાત સમાન છે. તેમનુ વિવાદાસ્પદ નિવેદન કોઈ હિસાબે ભૂલથી બોલાયેલું નથી. હાલમાં શાંતિમય વાતાવરણમાં અનુશાસન જળવાઈ રહે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.
પદમાવત ફિલ્મ સમયે જે કિસ્સાઓ બન્યા હતા તેવા ના થાય તેવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અત્યાર સુધી ભાજપના વિરોધમાં નથી ગયા, પરંતુ હવે જો પરશોત્તમ રૂપાલાને બદલવામાં નહી આવે તો એવું માનવામાં આવશે કે ભાજપ પણ રૂપાલાના નિવેદનના સમર્થનમાં છે.