Surat: વેસુમાં હીટ એન્ડ રનની ઘટના, વૃદ્ધને કાર ચાલક અડફેટે લઈ થયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video 

Surat: વેસુમાં હીટ એન્ડ રનની ઘટના, વૃદ્ધને કાર ચાલક અડફેટે લઈ થયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video 

Baldev Suthar
| Edited By: | Updated on: Aug 01, 2023 | 4:56 PM

સુરત શહેરમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધને કાર ચાલકે અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો બીજી તરફ આ સમગ્ર મામલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Surat: વેસુ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વેસુ સ્થિત સુમન સાગર આવાસમાં રહેતા રમેશભાઈ પુરષોતમભાઈ સન્યાસી બિલ્ડીંગમાં વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 27 જુલાઈના રોજ તેઓ નોકરી પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી આવેલી એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા.

અકસ્માત (accident) સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. 108ની મદદથી વૃદ્ધને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓને શરીરે કમરના પાછળના ભાગે થાપામાં તથા જમણા પગના પંજા પાસે ફેકચરની ઈજા થઈ છે. આ મામલે રમેશભાઈએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હીટએન્ડ રનની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે પાછળથી આવેલી ફોરવ્હીલ કાર ચાલકે રમેશભાઈને પાછળથી ટક્કર મારે છે અને બાદમાં ત્યાથી ફરાર થઇ જાય છે. આ સમગ્ર મામલે વેસુ પોલીસે રમેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: શેરડીના ખેતરમાંથી મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ, જુઓ Video

રમેશભાઈએ જણાવ્યું હતું કે હું નોકરી પર જઈ રહ્યો હતો. અંદાજીત સવા આઠેક વાગ્યાનો સમય હતો, ત્યાં ધીમી ગતિએ વરસાદ હોવાથી હું રસ્તામાં ધીમે ધીમે સાઈડ પર ચાલીને નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક ફોરવ્હીલ વાળો આવ્યો હતો અને મને ટક્કર મારીને ત્યાંથી જતો રહ્યો હતો. હું સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું, મારી પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">