Surat: શેરડીના ખેતરમાંથી મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ, જુઓ Video

Surat: શેરડીના ખેતરમાંથી મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ, જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Aug 01, 2023 | 4:03 PM

સુરતમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના ચૌર્યાસી તાલુકાના તલંગપુર ગામ પાસે આવેલા શેરડીના ખેતરમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો. મહાકાય અજગરની લંબાઈ 9.8 ફૂટ તેમજ તેનું વજન આશરે 18.30 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું

સુરત ચૌયાસી તાલુકાના તલંગપુર ગામના રહેવાસી નીકુંભાઈ દેસાઈનું તલંગપુર ગામ પાસે શેરડીનું ખેતર આવેલું છે. આ શેરડીના ખેતરમાં કામ કરતા રાકેશભાઈએ એક મહાકાય અજગર (giant python) જોતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ સચીન સિટીના સભ્યોને જાણ કરી હતી. જેથી ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સમીર પટેલ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

મહાકાય અજગરની લંબાઈ 9.8 ફૂટ તેમજ તેનું વજન આશરે 18.30 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. અજગરને જોવા ત્યાં લોકો પણ એકઠા થયા હતા. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ સમીરભાઈએ ચૌયાસી તાલુકાના વનવિભાગના આર.એફ.ઓ.ને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમના સભ્યો અને વનવિભાગની ટીમ સાથે મળી અજગરને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન, જુઓ Video

ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે સુરત સચીન નજીક આ પહેલીવાર અજગર પકડવામાં આવ્યો છે.  કદાચ વધુ વરસાદના કારણે પાણીની વહેણ સાથે આ અજગર સચીન તલંગપુર ગામે આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. ટીમ દ્વારા આ અજગરની માહિતી સ્થાનિક લોકોને આપવામાં આવી તેમણે જણાવ્યુ કે કોઈપણ વ્યકિતને સાપની ઓળખ ન હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ.

મહત્વનું છે કે કોઈ પણ સાપ કે અજગરને ગામડા વિસ્તારમાં ઝેરી સમજીને મારી નાખતા હોય છે, પરંતુ ખરેખર ક્યારે પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક નજીકના વનવિભાગ અથવા ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમને જાણ કરવી જોઈએ.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 01, 2023 04:03 PM
g clip-path="url(#clip0_868_265)">