Navsari : કોચરબ આશ્રમથી શરૂ થયેલી દાંડી સુધીની સાયકલ યાત્રાનું સમાપન

અમદાવાદથી 12મી માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે દાંડી કૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મહાત્મા ગાંધીજીના મહત્વના વિચારો સાથે સાયકલ યાત્રા યોજવામાં આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 5:05 PM

અમદાવાદના(Ahmedabad)  કોચરબ આશ્રમથી 12 માર્ચના રોજ શરૂ કરેલી દાંડી(Dandi)  સુધીની સાયકલ યાત્રાનું(Cycle Yatra)  આજે 18 માર્ચના રોજ દાંડી ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં ગુજરાત વિદ્યાપીઠમાં રૂરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 388 કિલોમીટર સાયકલ યાત્રા યોજી હતી.વિદ્યાર્થીઓએ દાંડીયાત્રાનો અનુભવ મેળવવા યાત્રાનું આયોજન કર્યું હતું.વિદ્યાપીઠમાં એમ.બી.એ ઇન રૂરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ સાથે 3 પ્રોફેસર દાંડી પદયાત્રામાં જોડાયા હતા.ગ્રામીણ કારીગરો સાથે સંવાદ કરવા સાથે તેમના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે 388 કિલોમીટરની કોચરબથી દાંડી સુધીની સાયકલ યાત્રા યોજી હતી.સાયકલ યાત્રાના સમાપન કાર્યક્રમમાં પુરવઠા પ્રધાન નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા..

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, 12મી માર્ચ 1930ના રોજ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે દાંડી કૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મહાત્મા ગાંધીજીના મહત્વના વિચારો સાથે સાયકલ યાત્રા યોજવામાં આવી. દર વર્ષે 12 માર્ચના રોજ પ્રતિકાત્મક દાંડી યાત્રા યોજવામાં આવે છે. તેમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. ત્યારે આ વખતે સાયકલ લઈને દાંડી સુધીની યાત્રા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે આઝાદી મેળવવાના સપના સાથે 12 માર્ચ 1930માં ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા યોજી હતી.

આ પણ વાંચો : IPL 2022 : પ્રથમવાર દર્શકો માણી શકશે ગુજરાતી કોમેન્ટ્રી, જાણો ક્યા દિગ્ગજ હશે પેનલમાં

આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડુબવાથી 11 યુવકોના મોત, ભાણવડ, મહિસાગર અને ખેડામાં બની દુર્ઘટના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">