AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : પ્રથમવાર દર્શકો માણી શકશે ગુજરાતી કોમેન્ટ્રી, જાણો ક્યા દિગ્ગજ હશે પેનલમાં

ભારતમાં અન્ય કોઈ રાજ્ય મહારાષ્ટ્ર જેટલું ક્રિકેટ જોતું નથી. બજાર અનુસાર અને આ વખતે IPLમાં 74 મેચો મરાઠી ભાષામાં બતાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની ટીમ નવી છે, તેથી અમે પહેલીવાર ગુજરાતી કોમેન્ટ્રી કરી રહ્યા છીએ

IPL 2022 :  પ્રથમવાર દર્શકો માણી શકશે ગુજરાતી કોમેન્ટ્રી, જાણો ક્યા દિગ્ગજ હશે પેનલમાં
IPL 2022 First Time Viewer enjoy Gujarati commentary (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 4:23 PM
Share

IPL 2022 ને  લઈને દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ મહા મુકાબલો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ ક્રિકેટ પ્રેમીઓ આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આની સાથે બ્રોડકાસ્ટર્સ પણ આ સિઝનની એક્શન પેક્ડ મેચોના રોમાંચને ઘરન ઘર સુધી લઈ જવા માટે અવનવું કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ IPL 2022થી પ્રથમ વાર ગુજરાતી ભાષામાં(Gujarati)  કોમેન્ટ્રી(Commentry)  પણ શરૂ કરવામાં આવશે.IPL 2022 ની શરૂઆત પહેલા માહિતી સામે આવી રહી છે કે દર્શકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને IPL 2022 બ્રોડકાસ્ટર દ્વારા કોમેન્ટ્રી ટીમમાં નવી નવીનતાઓ ઉમેરવામાં આવી છે. પ્રથમ વખત ચાહકો માટે મરાઠી અને ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી પણ આપવામાં આવશે. સામાન્ય રીતે કહીએ તો, અંગ્રેજી અને હિન્દી સિવાય, ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તાઓએ અન્ય પ્રાદેશિક ભાષાઓ ઉપરાંત વર્ષોથી તમિલ અને કન્નડ કોમેન્ટ્રી વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહ્યા છે. હવે તેમાં ગુજરાતી અને મરાઠી ભાષાઓનો પણ ઉમેરો થયો છે.

પહેલીવાર 10 ટીમો વિશ્વની સૌથી મુશ્કેલ T20 લીગમાં ભાગ લેવા જઈ રહી છે

IPL 2022 છેલ્લી ઘણી સીઝનથી ખૂબ જ અલગ થવા જઈ રહ્યું છે. 2011 પછી પહેલીવાર 10 ટીમો વિશ્વની સૌથી મુશ્કેલ T20 લીગમાં ભાગ લેવા જઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) એ 2 નવી ટીમો છે જે આ વર્ષથી તેમની IPL સફર શરૂ કરશે. તેમજ IPL 2022ની આખી સિઝન મહારાષ્ટ્રના મેદાનમાં રમાશે. આ સંજોગ ગુપ્તા કહે છે કે બ્રોડકાસ્ટર સમગ્ર ટુર્નામેન્ટની કોમેન્ટ્રી મરાઠી ભાષામાં પણ કરશે. આ સાથે પહેલીવાર ગુજરાતની નવી ટીમ આવી છે.

આખી ટુર્નામેન્ટની કોમેન્ટ્રી મરાઠી ભાષામાં પણ કરીશું

તો અમે પણ પહેલીવાર ગુજરાતી કોમેન્ટ્રી કરી રહ્યા છીએ. આ બાબતે સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે “અમે બતાવવા માંગીએ છીએ કે આ આઈપીએલ છેલ્લા 14 કરતા કઈ રીતે અલગ છે અને તેમાં નવું શું છે. આ વખતે IPLમાં શનિવાર અને રવિવારે બંગાળી અને મલયાલમમાં કોમેન્ટ્રી થશે. આ ઉપરાંત અમે આખી ટુર્નામેન્ટની કોમેન્ટ્રી મરાઠી ભાષામાં પણ કરીશું. સમગ્ર આઈપીએલનું આયોજન મહારાષ્ટ્રના પુણે અને મુંબઈમાં થઈ રહ્યું છે.

વધુમાં તેણે કહ્યું કે “ભારતમાં અન્ય કોઈ રાજ્ય મહારાષ્ટ્ર જેટલું ક્રિકેટ જોતું નથી. બજાર અનુસાર અને આ વખતે IPLમાં 74 મેચો મરાઠી ભાષામાં બતાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની ટીમ નવી છે, તેથી અમે પહેલીવાર ગુજરાતી કોમેન્ટ્રી કરી રહ્યા છીએ.”

ગુજરાતી બોલતા કોમેન્ટેટર્સ ઉમેરવામાં આવશે

IPL 2022 માટે ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી કરવા માટે પેનલમાં ગુજરાતી બોલતા કોમેન્ટેટર્સ ઉમેરવામાં આવશે. અહેવાલો અનુસાર, ગુજરાતી કોમેન્ટ્રી પેનલમાં ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન નયન મોંગિયા, અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, ભૂતપૂર્વ વિકેટકીપર અને પસંદગીકારોના અધ્યક્ષ કિરણ મોરે અને ગુજરાતના લોકપ્રિય રેડિયો જોકીનો સમાવેશ થશે.

આ પણ  વાંચો : Womens World Cup 2022, Points Table: વેસ્ટ ઈન્ડિઝની જીતથી ભારતને થયું મોટું નુકસાન, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

આ પણ  વાંચો : પંજાબ કિંગ્સે નવા કેપ્ટનનું કર્યું જોરદાર સ્વાગત, વીડિયો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">