Breaking News : સાબરકાંઠાના હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર ટકરાતા 7ના મોત

ગુજરાતના હિંમતનગરમાં  બુધવારે એટલે કે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. શામળાજીથી અમદાવાદ કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. કાર ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા છે, જ્યારે અંદર બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2024 | 9:23 AM

સાબરકાંઠાના હિંમતનગરમાં  બુધવારે એટલે કે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. શામળાજીથી અમદાવાદ કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. કાર ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા છે, જ્યારે અંદર બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કુલ 8 લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્માત સમયે ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધુ હશે.

વાહનને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા

કારણ કે કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. આથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપી લાશને બહાર કાઢી હતી. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ હતી. વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલ અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃતદેહો આવ્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Follow Us:
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
g clip-path="url(#clip0_868_265)">