Rajkot : અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ, જુઓ Video
રાજકોમાં અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે બબાલ સામે આવી છે. ડિમોલિશનની કામગીરી હાથધરી ત્યારે સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીઓ અને મકાનમાલિકો વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ ગરમાયુ હતુ.
રાજકોમાં અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે બબાલ સામે આવી છે. ડિમોલિશનની કામગીરી હાથધરી ત્યારે સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીઓ અને મકાનમાલિકો વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ ગરમાયુ હતુ.ડીમોલેશન કરશો તો પણ પાછા મકાન ઉભા કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
20 વર્ષથી વધુ સમયથી અહીંયા રહીએ છીએ તેવો મકાન માલિકોએ દાવો કર્યો છે. દસ્તાવેજો છે, બિલ્ડરોને ખટાવવા માટે ખોટી રીતે ડીમોલેશન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પર પણ આક્ષેપ કર્યા છે. પૂર્વ ભાજપ શહેર પ્રમુખે પણ અનેક ગેરકાયદે બાંધકામો ખડક્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. 21 ઓગસ્ટ સ્થાનિકોએ દેશી દારુના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી.
સિટી ઈજનેર કુંતેશ મહેતાનું નિવેદન સામે આવ્યુ
સમગ્ર ડિમોલિશન મામલે સિટી ઈજનેર કુંતેશ મહેતાનું નિવેદન સામે આવ્યુ છે. સિટી ઈજનેરે નિવેદન આપતા જણાવ્યુ છે કે TP સ્કીમમાં અહીંથી રોડ નીકળે છે. ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હોવાનું સિટી ઈજનરે જણાવ્યુ છે. અંદાજીત 200 ચોરસ મીટરમાં 8 મકાનો ડિમોલેશનમાં આવે છે. જે દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા તે અન્ય સર્વે નંબરના છે. કોઈ વળતર કે વૈકલ્પિક જગ્યા નહિ મળે તેવુ પણ સિટી ઈજનેર જણાવ્યુ છે. ડિમોલિશન થશે જ અને વધુ પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો હોવાનું જણાવ્યુ છે.