Botad News : ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે પાટા પરથી મળી આવ્યા લોખંડના ટુકડા, જુઓ Video

Botad News : ભાવનગર – ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે પાટા પરથી મળી આવ્યા લોખંડના ટુકડા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2024 | 12:36 PM

છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બોટાદના કુડલી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ભાવનગર – ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ DySP સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે. તપાસ દરમિયાન રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે.જો કે આ ઘટનામાં રેલવે અધિકારીઓની ટીમે પણ વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં થયો હતો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

બીજી તરફ આ અગાઉ સુરતમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ અપ ટ્રેકમાંથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી અપ ટ્રેક પર મૂકી દીધી હોવાનું સામે આવ્યુ હતુ.

g clip-path="url(#clip0_868_265)">