Banaskantha : ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ, જાસુસીનો આરોપ, જુઓ Video
બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવાના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCB દ્વારા કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર કામો કરવા માટે આ ત્રણેય વ્યક્તિ જાસુસી કરતા હોવાનો આરોપ છે.

ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS લગાવી જાસૂસી કરવાના આરોપમાં બહુચરાજી તાલુકાના હાલના ભાજપ ઉપપ્રમુખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદસિંહ દરબારની ધરપકડ થતા ચકચાર મચી છે.
અન્ય આરોપી લાલાજી ઠાકોર અને ભરત ઠાકોરની પણ LCBએ ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આરોપીઓ ખાણ ખનીજ અધિકારીની ગાડીનું લોકેશન મેળવી અને રોયલ્ટી ચોરી કરતા હતા. અગાઉ આ મામલે અન્ય સાત લોકોની ધરપકડ થઈ હતી.
Latest Videos