Vadodara : વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. વાઘોડિયા ઈન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસેના રોડ પર પાણી ભરાયા છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રાત્રી દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો સહિત સ્કૂલે જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 26, 27 અને 28 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિયરઝોનના કારણે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદમાં 26,27 અને 28 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.