આજનું હવામાન : ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાને ધમરોળશે મેઘરાજા, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાને ધમરોળશે મેઘરાજા, જુઓ Video

| Updated on: Sep 25, 2024 | 9:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ફરીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થાય તેવી શક્યતાઓ છે. આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ફરીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થાય તેવી શક્યતાઓ છે. આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 26, 27 અને 28 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિયરઝોનના કારણે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદમાં 26,27 અને 28 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી – પરેશ ગોસ્વામી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાત માટે 27 અને 28 સપ્ટેમ્બર ભારે વરસાદ વરસી શકે છે.27 અને 28 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધુ હશે. પ્રચંડ પવન સાથે મેઘરાજા આક્રમણ કરી શકે છે. મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">