નવસારીમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં સિનેમા ! Zomato કિચનમાં લાગી આગ, ફાયર સુવિધાને લઈ સવાલ, જુઓ વીડિયો
નવસારીના ઇટાળવા સ્થિત સ્ટાર સિનેમાના ઝોમેટો કિચનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. સ્ટાર સિનેમાની બહારની દુકાનમાં ચાલતા કિચનમાં લગાવેલ ઇલેક્ટ્રિક ફ્લાયરમાં આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી હતી. ત્યારે બિલ્ડિંગમાં સિનેમાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.
નવસારીમાં ફરી આગ લાગવાની ઘટના બની છે. નવસારીના ઇટાળવા સ્થિત સિનેમાના કિચનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા સ્ટાર સિનેમામાં હાજર લોકોને બહાર કઢાયા હતા. એકાએક આગ ભભૂકી ઉઠતાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દુકાનદારે તાત્કાલિક પાણીનો મારો તેમજ ફાયર એકઝીક્યુસર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. થોડી મિનિટોમાં આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ઘટનાની જાણ થતા વિજલપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. પાવર ફલક્ચ્યુએશનને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
વિલસન પોઈન્ટ કોમર્શિયલ બિલ્ડીંગમાં નવ દુકાનોમાં બે સ્ક્રીન સાથે સ્ટાર સિનેમા બનાવવામાં આવ્યું છે. તંત્રની તપાસ દરમિયાન ફાયર સેફટી ઓછી સાથે જ એન્ટ્રી એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું સામે આવ્યું છે. જોકે zomato કિચન સ્ટાર સિનેમાની બહાર હોવાથી રાહત રહી હતી.
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
