Ahmedabad : થલતેજમાં આવેલી ટાઈટેનિક સ્ક્વેરના 10માં માળે લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેર બિલ્ડીંગમાં મોટી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ફાયર વિભાગને આગનો કોલ મળતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેર બિલ્ડીંગમાં મોટી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ફાયર વિભાગને આગનો કોલ મળતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આગને લઇને જાહેર કરાયો હતો બ્રિગેડ કોલ
મળતી માહિતી અનુસાર ટાઈટેનિક સ્ક્વેર 14 માળનું બિલ્ડીંગ છે. જ્યાં 10માં માળ પર આગ લાગી હતી. આ આગ 9,10,11 માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર વિભાગની 18 ગાડી અને 50 કર્મચારી ઘટનાસ્થળે હાજર
આશરે ફાયર વિભાગની 18 જેટલી ગાડી અને 10થી વધુ અધિકારી સાથે 50 જેટલા કર્મચારીએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જો કે સદનસીબે ઓફિસ ખાલી હોવાથી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.