દ્વારકા જિલ્લામાં ફરી ફર્યુ તંત્રનું બુલડોઝર, ખંભાળિયા શહેરમાંથી હટાવાયા અનધિકૃત બાંધકામો- વીડિયો

દ્વારકા જિલ્લામાં ફરી ફર્યુ તંત્રનું બુલડોઝર, ખંભાળિયા શહેરમાંથી હટાવાયા અનધિકૃત બાંધકામો- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2023 | 11:48 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. જેમા ખંભાળિયા શહેરમાં અનધિકૃત બાંધકામો પર બુલડોઝર ફર્યુ છે. પૌરાણિક દ્વારકા ગેટ, સલાયા ગેટ, પોર ગેટમાં કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે મકાનો અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે.

દ્વારકામાં દરિયાઈ પટ્ટી આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોનો મોટાપાયે સફાયો બોલાવવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર દ્વારકામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી શરૂ થયુ હતુ અને અનધિકૃત દબાણોનો સફાયો કરાયો હતો. ત્યારે ફરી ખંભાળિયા શહેરમાં અનધિકૃત દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે અને ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરત ચૌટા બજારમાં દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ, દબાણ અને ટ્રાફિકના કારણે રસ્તો સાંકડો થતા સર્જાઈ હાલાકી- જુઓ વીડિયો

ખંભાળિયામાં દબાણ હટાવ કામગીરી દરમિયાન પૌરાણિક દ્વારકા ગેટ, સલાયા ગેટ, પોર ગેટમાં કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી છે. રાજાશાહી વખતના ગેટને હેરિટેજ લુક આપી વિકાસ કરવામાં આવશે. 60 મીટરના વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકાોના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">